Banaskantha : પાલનપુરમાં લવ જેહાદની ઘટનાનો પર્દાફાશ, લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ
- પાલનપુરમાં લવ જેહાદ મામલે આરોપીની ધરપકડ
- પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની કરી ધરપકડ
- ભાગળ ગામના વિધર્મીએ પાલનપુરની મહિલાને ફસાવી હતી
- મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું
વિધર્મી યુવાનો આ મિશન સાથે હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવે છે અને ત્યારબાદ, ફસાવે છે લવ જેહાદની એવી જાળમાં જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે..આ વાતની સાબિતી પૂરતી વધુ એક ઘટના સામે આવી છે.
પાલનપુરમાં લવ જેહાદ મામલે પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની ધરપકડ કરી છે. ભાગળ ગામના વિધર્મીએ પાલનપુરની હિન્દુ મહિલાને ફસાવી હતી. હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું. તેમજ બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ મહિલાને આરોપીની ચૂંગાલમાંથી છોડાવી હતી. હિન્દુ મહિલાને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ જઈ અને ધર્મ પરિવર્તન કરવા માટે રખાઈ હતી. કપડા વેચવાનો વ્યવસાય કરતી મહિલાને આરોપીએ લોભ લાલચ આપ્યા બાદ ફસાવી હતી. પોલીસે મહિલાને પહેરાવેલ બુરખો અને માળા કબ્જે કરી હતી. લવ જેહાદનો મામલો સામે આવતા આરોપી સામે હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે.
લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ
આરોપીએ ન માત્ર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ પરંતુ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ફરિયાદી યુવતી પાલનપુરમાં રહે છે અને ફેરીનો ધંધો કરે છે. જ્યારે, આરોપી જાવેદ ભાગળમાં રહે છે. પહેલાથી પરિણીત અને એક દીકરીનો પિતા છે. થોડા સમય અગાઉ ભોગ બનનાર યુવતી આરોપી જાવેદના પરિચયમાં આવી હતી. ધીરે-ધીરે સંપર્ક વધારી જાવેદે યુવતીને પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ, લગ્નની લાલચ આપી અલગ-અલગ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો.
ઘરે લઈ જઈ બળજબરીથી પહેરાવ્યો બુરખો
યુવતીએ લગ્નની વાત કરતા આરોપીએ ફોન કરી મળવા બોલાવી હતી. યુવતી આવતાની સાથે જાવેદ તેને પોતાના ઘરે લઈ ગયો હતો. જાવેદના ઘરે તેની પત્ની નસીમા અને દીકરી હાજર હતી. ઘરે ગયા બાદ જાવેદનો અસલી ચહેરો સામે આવ્યો. આરોપી જાવેદ, તેની પત્ની અને દીકરીએ પીડિતાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યુ. ધર્મ પરિવર્તન નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી બુરખો અને માળા પહેરાવી. ત્યારબાદ, યુવતીને ઉનાવાના એક મકાનમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી હતી. બીજી તરફ, દીકરી ગુમ થયાની ફરિયાદ પરિવારે નોંધાવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. મોબાઈલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરી પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી હતી.
અક્ષયરાજ મકવાણા ( એસ.પી બનાસકાંઠા )
આ પણ વાંચોઃ Narmada: મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદનો મોટો ધડાકો, એજન્સીએ દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા
પોલીસે આરોપીની ચુંગાલમાંથી કરાવી મુક્ત
હિન્દુ યુવતીને લવ જેહાદની જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર જાવેદને તો જેલ હવાલે કરી દેવાયો છે. પરંતુ, સવાલ એ છે કે, જાવેદે આ સિવાય અન્ય કેટલી યુવતી કે મહિલાઓને પોતાની જાળમાં અગાઉ ફસાવી છે. કોના ઈશારે જાવેદ આ બધુ કરતો હતો. લવ જેહાદના ષડયંત્રમાં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. પાલનપુરમાં બનેલી આ ઘટના દરેક હિન્દુ દીકરીઓ માટે એલર્ટ સમાન છે..જો તમે કોઈ વિધર્મીના સંપર્કમાં હોય તો આંખો અને મગજ બન્ને ખુલ્લું રાખજો.
આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ, સેક્ટર ૧ થી ૩૦ ડ્રેનેજ ની કામગીરી ચાલુ: કમિશ્નર


