Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બહાર અંધાધૂંધી સર્જાતા પોલીસનો લાઠીચાર્જ

 IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલી ફાઇનલ મેચ જ્યારે વરસાદના કારણે બંધ થઇ ત્યારે સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે અવ્યવસ્થા સર્જાતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસનો લાઠીચાર્જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને...
નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બહાર અંધાધૂંધી સર્જાતા પોલીસનો લાઠીચાર્જ
Advertisement
 IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલી ફાઇનલ મેચ જ્યારે વરસાદના કારણે બંધ થઇ ત્યારે સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે અવ્યવસ્થા સર્જાતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
પોલીસનો લાઠીચાર્જ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને તેના કારણે સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે અવ્યવસ્થા સર્જાઇ હતી. મોટી સંખ્યામાં લોકોએ બેરીકેડ તોડીને સ્ટેડિયમમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને હજારો લોકોને કાબુમાં રાખવા માટે પોલીસનો મોટો ફોર્સ ખડકી દેવાયો હતો.
મેચ 15 ઓવરની રમાશે
જો કે સ્થિતી બેકાબુ બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અંધાધૂધી સર્જાતા લોકો એક બીજા પર પડ્યા હતા જેમાં એક યુવતીને ઇજા પણ થઇ હોવાનું જાણવા મળે છે. રાત્રે 12.10 વાગે ફરી મેચ શરું થશે અને આ મેચ 15 ઓવરની રમાશે.
Tags :
Advertisement

.

×