તમિલનાડુના કરૂર દુર્ઘટના મામલે અભિનેતા વિજયની TVK પાર્ટીના ટોચના નેતાઓ સામે પોલીસ ફરિયાદ, CM સ્ટાલિને તપાસના આપ્યા આદેશ
- Karur stampede: તમિલનાડુના કરૂરમાં થયેલી ભાગદોડમાં 39 લોકોના મોત થયા છે
- અભિનેતા વિજયની TVK પાર્ટીના ટોચના નેતાઓ સામે પોલીસ ફરિયાદ
- તમિલનાડુના સીએમ સ્ટાલિને તપાસના આદેશ આપ્યા છે
તમિલનાડુના કરૂરમાં થયેલી ભાગદોડમાં 39 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના મામમે તમિલનાડુના સીએમ સ્ટાલિને તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુ વેત્રી કઝગમ (TVK)ના ટોચના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.. ડીએમકે સરકારે વિજય પર નાસભાગ મચાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની કરૂર (Karur) માં આયોજિત રેલીમાં થયેલી ભારે ભાગદોડના કારણે ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયા છે, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ વિજય અને તેમની પાર્ટીના ટોચના નેતાઓ કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે.
Karur stampede: પોલીસે કરી મોટી કાર્યવાહી
પોલીસે TVK ના જોઈન્ટ જનરલ સેક્રેટરી સી.ટી. નિર્મલ કુમાર, જિલ્લા સચિવ મથિયાઝગન અને જનરલ સેક્રેટરી બસ્સી આનંદ સહિત અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યો છે, જેમાં ગેરઇરાદાપૂર્વક હત્યાનો પ્રયાસ અને બેદરકારીભર્યા કૃત્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રશાસનિક નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં તેમના પર તમિલનાડુ પબ્લિક પ્રોપર્ટી (પ્રિવેન્શન ઑફ ડેમેજ એન્ડ લૉસ) એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.
Karur stampede: પાર્ટીએ માર્ગદર્શિકાનું કર્યું ઉલ્લંઘન
આ રેલી માટે માત્ર 10,000 લોકોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સ્થળ પર 50,000 જેટલા લોકો એકઠા થયા હોવાનો અંદાજ છે. પોલીસના જણાવ્યા મુજબ, વિજયની પાર્ટી દ્વારા અનેક પોલીસ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. રેલી માટે લોકો સવારે 9 વાગ્યાથી જ એકઠા થવા લાગ્યા હતા, જ્યારે વિજય મોડેથી લગભગ 7 વાગ્યે પહોંચ્યા હતા. સત્તાધારી ડીએમકે પાર્ટીએ આ વિલંબ અને ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જ ભીડ બેકાબૂ બની હોવાનો આરોપ લગાવ્યો છે.દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિજયનું ભાષણ શરૂ થયાના થોડા સમય બાદ જ અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેના કારણે લોકો ગભરાયા અને નાસભાગ મચી ગઈ.
Karur stampede: આ ઘટનામાં CM સ્ટાલિન અને અભિનેતા વિજ્યે વળતરની કરી જાહેરાત
ભારે શોક વ્યક્ત કરતા, વિજયે મૃતકોના પરિવારો માટે રૂ. 20 લાખ અને ઘાયલો માટે રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ મૃતકોના પરિવારોને રૂ. 10 લાખ અને ઘાયલોને રૂ. 1 લાખની સરકારી સહાયની જાહેરાત કરી છે.સરકારે મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણા જગદીસનના વડપણ હેઠળ આ દુર્ઘટનાની તપાસ માટે એક એક-સભ્ય કમિશનની રચના કરવાનો આદેશ આપ્યો છે. TVK પાર્ટીએ પણ સમગ્ર ઘટનાની CBI તપાસ કરાવવા માટે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: BCCI નું સુકાન મિથુન મનહાસને સોંપાયું, કેન્દ્રિય મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી


