Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ASI સંદીપ લાથર આત્મહત્યા કેસમાં ચાર સામે પોલીસ ફરિયાદ, IPS પૂરણની IAS પત્ની, AAP ધારાસભ્ય સહિત ચાર પર FIR

હરિયાણા પોલીસના ASI સંદીપ લાથરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સિનિયર IPS અધિકારી વાય. પૂરન કુમારનાં IAS પત્ની અમનીત પી. કુમાર, તેમનાં સાળા અને ધારાસભ્ય અમિત રતન, અને જેલમાં બંધ ગનમેન સુશીલ કુમાર સહિત ચાર લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે.
asi સંદીપ લાથર આત્મહત્યા કેસમાં ચાર સામે પોલીસ ફરિયાદ  ips પૂરણની ias પત્ની  aap ધારાસભ્ય સહિત ચાર પર fir
Advertisement
  • ASI Sandeep Lather ના આત્મહત્યા કેસમાં નવો અને ગંભીર વળાંક 
  • ASI સંદીપ લાથરના પરિવારે ફરિયાદ નોંધાવી છે. 
  • IAS અધિકારી અમનીત પી. કુમાર સામે પણ ફરિયાદ 

રોહતકના સાયબર સેલમાં તૈનાત ASI સંદીપ લાથરના આત્મહત્યા કેસમાં નવો અને ગંભીર વળાંક આવ્યો છે. તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે રોહતકના સદર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.  પોલીસે આ મામલે સત્તાવાર રીતે તપાસ શરૂ કરી દીધી છે.આ FIRમાં ત્રણ લોકોનાં નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. IAS અધિકારી અમનીત પી. કુમાર, તેમના ભાઈ અને AAP ધારાસભ્ય અમન રતન, અને ભૂતપૂર્વ IPS અધિકારી વાય. પૂરણ કુમારના ગનમેન સુશીલ. જોકે, સંદીપના પરિવારે IAS અધિકારી અમનીત પી. કુમાર સહિત ચાર લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હોવાનો ઉલ્લેખ છે, જે સૂચવે છે કે તપાસનો વ્યાપ વધી શકે છે.

ASI Sandeep Lather કેસમાં પોલીસે નોંધી ફરિયાદ

અહેવાલો અનુસાર, ASI સંદીપના પરિવારે આરોપ લગાવ્યો છે કે સંદીપ પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે તે માનસિક રીતે પરેશાન હતા અને આત્મહત્યા કરવા મજબૂર બન્યા. આ ઘટના બાદથી, પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર પહેલા આરોપીઓની ધરપકડની માંગ પર અડગ છે. આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે, જેમાં સંદીપ વાલ્મિકીએ વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે.

Advertisement

ASI Sandeep Lather કેસમાં થશે પુછપરછની કાર્યવાહી

આ મામલાની ગંભીરતાને જોતા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી), વીરેન્દ્ર સિંહ બડખલાસા, મૃતકના ગામ લધૌતમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા અને તેમણે પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી. આ ઘટનાએ હરિયાણા પોલીસ અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે જણાવ્યું છે કે FIR નોંધાયા બાદ હાલમાં આરોપીઓની પૂછપરછ કરવાની તૈયારી ચાલી રહી છે, અને પોલીસ તપાસ બાદ આગળની કાયદાકીય કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો:    Haryana : હવે ASIએ લમણે બંદૂકની ગોળી મારીને કરી આત્મહત્યા : સુસાઇડ નોટમાં IPS પુરણ સિંહ પર આરોપ, 'DGP સાહેબ ઈમાનદાર છે'

Tags :
Advertisement

.

×