મદુરાઈમાં પ્રખ્યાત અભિનેતા અને TVK પાર્ટીના અધ્યક્ષ Thalapathy Vijay સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
- અભિનેતા અને TVK પાર્ટીના અધ્યક્ષ Thalapathy Vijay સામે કેસ નોંધાયો
- એક વ્યક્તિ પર હુમલો કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો
- હુમલો કરવાની ઘટના રાજકિય રેલીમાં બની હતી
તમિલના પ્રખ્યતા અભિનેતા અને ટીવીકે પાર્ટીના અધ્યક્ષ વિજય પર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના પ્રમુખ અને પ્રખ્યાત અભિનેતા વિજય સામે મદુરાઈમાં એક પાર્ટી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ પર હુમલો કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા મદુરાઈમાં આયોજિત એક રાજકીય રેલી દરમિયાન બની હતી.
Thalapathy Vijay ની રાજકિય રેલીમાં બની ઘટના
ઉલ્લેખનીય છે કે ફરિયાદી સરથ કુમારે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે વિજયને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયના બાઉન્સરોએ તેમની સાથે મારપીટ કરી અને ધક્કો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિજય ચાલીને જતો જોવા મળે છે અને લાખો ચાહકો તેમનું સ્વાગત કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ વિજય નજીક પહોંચે છે ત્યારે બાઉન્સરો દ્વારા ચાહકને સ્ટેજથી દૂર કરીને ધક્કો માર્યો હતો,આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ જોવા મળી રહ્યો છે.
Thalapathy Vijay સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
નોંધનીય છે કે સરથ કુમારે મંગળવારે પેરામ્બલુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિજય અને તેમના બાઉન્સરો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 189(2), 296(B) અને 115(I) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર ભેગીખોરી અને ગંભીર ગુનાને ઉશ્કેરવા સાથે સંબંધિત છે.આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે, કારણ કે વિજયની લોકપ્રિયતા અને તેમની રાજકીય પ્રવેશની તૈયારીઓ ચૂંટણી પહેલા ધ્યાનનું કેન્દ્ર બની છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Delhi : અમિત શાહે 'ઓપરેશન મહાદેવ'માં સામેલ જવાનોનું કર્યુ સન્માન, ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠાને સલામ