Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત

અમદાવાદના નરોડામાં માતા પુત્રનો આપઘાત રેસીડેન્સીના ત્રીજા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત માતાએ 8 વર્ષના દીકરા સાથે કર્યો આપઘાત નરોડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી Ahmedabad:અમદાવાદના નરોડા (Naroda))વિસ્તારમાં પરિણીત મહિલાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. હંસપુરાના સારથી...
ahmedabad નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત
Advertisement
  • અમદાવાદના નરોડામાં માતા પુત્રનો આપઘાત
  • રેસીડેન્સીના ત્રીજા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
  • માતાએ 8 વર્ષના દીકરા સાથે કર્યો આપઘાત
  • નરોડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

Ahmedabad:અમદાવાદના નરોડા (Naroda))વિસ્તારમાં પરિણીત મહિલાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. હંસપુરાના સારથી રેસિડન્સીમાં મૃતક મહિલાએ બાળક સાથે કૂદી આપઘાત (Mother and son commit suicide)કર્યો. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ 7 વર્ષના રિધમ નામના બાળક સાથે આપઘાત કરી લીધો. સવારે સાત વાગે આપઘાતની ઘટના બની હતી, ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

Advertisement

ત્રીજા માળેથી દીકરા સાથે માતાએ ઝંપલાવ્યું

પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ આપઘાત કરનાર પરણિત મહિલાના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે પણ સાસરિયા પક્ષે વાંધો હતો. જેથી મહિલા કંટાળી ગયા હતા.

Advertisement

મૃતક મહિલાના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા

મૃતક મહિલાના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા શરૂઆતના સમયમાં સાસરીયા પક્ષે સારું રાખ્યું બાદમાં તેની સાથે સારો વ્યવહાર ન કરતા હોવાનો આરોપ પણ પિયર પક્ષે લગાવવામાં આવ્યો છે. મૃતક મહિલા નો પતિ હિંમતનગર હેડ ક્વાર્ટર માં ડોગ સ્પોટ માં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. જ્યારે સવારે મહિલા અને તેના બાળકે આપઘાત કર્યો ત્યારે ઘરે તેમના સસરા હતાં , પતિ અને સાસુ હાજર ન હતા. પિયર પક્ષના પરિવારજનોની માંગ છે કે પછી સામે દુષ્ટ પ્રેરણા ની ફરિયાદ નોંધવામાં આવે

આ પણ  વાંચો -Banas Bank Election : બનાસ બેંકના ચેરમેન પદે ડાહ્યાભાઈ પિલિયાતરની વરણી

અચાનક આપઘાતથી પતિ પણ મૂંઝાયા

અચાનક પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા પતિ અને પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે,પત્ની અને પુત્ર માનસિક બિમાર હોવાની વાત સામે આવી છે પોલીસે પતિનું પણ નિવેદન લીધુ છે અને કાર્યવાહી શરૂ કરી છે,પોલીસે મૃતકના ફોન પણ જપ્ત કર્યા છે,આસપાસના લોકોના નિવેદન અને ફલેટના સીસીટીવી પણ લીધા છે,પોલીસને સવાલ થઈ રહ્યો છે કે જો માતા માનસિક બીમાર હોય તો તે પુત્રને શા માટે જોડે લઈને આપઘાત કરે તે પણ સવાલ છે.

Tags :
Advertisement

.

×