ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : Iskcon Bridge પાસે પોલીસની મેગા ડ્રાઈવ, વાહન ચેકિંગ દરમ્યાન ઝડપી દારૂની બોટલ

અહેવાલ : અમિત રાજપૂત, અમદાવાદ અમદાવાદમાં ઈસ્કોન બ્રીજની ઘટના બાદ ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમના પાલન થાય તે માટે વધુ એક્ટિવ થઈ છે. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ દરેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. લોકોને ટ્રાફિક નિયમોનું પાલન...
11:27 PM Aug 05, 2023 IST | Viral Joshi
અહેવાલ : અમિત રાજપૂત, અમદાવાદ અમદાવાદમાં ઈસ્કોન બ્રીજની ઘટના બાદ ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમના પાલન થાય તે માટે વધુ એક્ટિવ થઈ છે. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ દરેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. લોકોને ટ્રાફિક નિયમોનું પાલન...

અહેવાલ : અમિત રાજપૂત, અમદાવાદ

અમદાવાદમાં ઈસ્કોન બ્રીજની ઘટના બાદ ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમના પાલન થાય તે માટે વધુ એક્ટિવ થઈ છે. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ દરેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે અને નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ છે અને ટ્રાફિક ઝુંબેશ પુર જોશમાં ચાલી રહી છે.

પોલીસની વિશેષ ડ્રાઈવ

અમદાવાદના ઈસ્કોન બ્રીજના છેડે કર્ણાવતી ક્લબ પાસે પોલીસે શનિવારે સાંજના વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. મોટી સંખ્યામાં પોલીસના જવાનો સાથે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને ચેકિંગ દરમિયાન ઓવર સ્પિડ જેવા મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ ડ્રાઈવમાં જોડાયા છે.

શું થઈ કાર્યવાહી?

પોલીસની આ મેગા ડ્રાઈવના અનુસંધાને પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા, ઓવર સ્પિડમાં વાહન ચલાવનારા, બ્લેક ફિલ્મ ચડાવેલા વાહનો પરથી બ્લેક ફિલ્મ હટાવી લઈ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી.

ચેકિંગ દરમિયાન મળી દારૂની બોટલ

પોલીસના ચેકિંગ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન દારૂની બોટલ ઝડપી છે. પોલીસે કારમાંથી દારૂની બોટલ સાથે એક મહિલા અને એક પુરૂષને ઝડપી લીધા છે. મહિલા અને પુરૂષ બંને નશામાં હોવાની વાત સામે આવી છે જોકે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે બંનેને સેટેલાઈટ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

શું કહે છે પોલીસ?

ACP પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ઈસ્કોન બ્રીજ પર જે અકસ્માતનો બનાવ બન્યો તે પછીથી કમિશ્નર સાહેબ અને બીજા અધિકારીઓની સુચના મુજબ છેલ્લા 10-12 દિવસથી સતત ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવિંગ અને ભયજનક વાહન ચલાવનારાના વિરૂદ્ધમાં વાહન ચેંકિંગ થાય છે અને કાયદાનો ભંગ કરે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અથવા જેમની કારમાંથી કોઈ પણ પ્રોહિબિટેડ મુદ્દામાલ મળે છે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

સેટેલાઈટ પોલીસ મથકના PI કે.એમ.વ્યાસે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચેકિંગ દરમિયાન નાની દારૂની એક બોટલ સાથે કારચાલક મળી આવ્યા જેમને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન મોકલી દેવાયા છે. આજે રાત્રે 2 વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલશે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, બેફામ ગતિથી વાહન ચલાવનારા તથા જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી થશે.

આ પણ વાંચો : ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad Policeiskcon bridge accidenttraffic drivevehicle checking
Next Article