Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Political Crisis: વિક્રમાદિત્ય સિંહે કેમ પોતાની પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું?

Political Crisis: હિમાચર પ્રદેશમાં અત્યારે રાજકીય સંકટ જોવા મળી રહ્યો છે. સુખુ સરકારથી નારાજ વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ છોડી શકે છે. મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો તેમણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાંથી PWD મંત્રી અને કોંગ્રેસ લખેલું હટાવી દીધું છે. તેમની પ્રોફાઈલમાં...
political crisis  વિક્રમાદિત્ય સિંહે કેમ પોતાની પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું
Advertisement

Political Crisis: હિમાચર પ્રદેશમાં અત્યારે રાજકીય સંકટ જોવા મળી રહ્યો છે. સુખુ સરકારથી નારાજ વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ છોડી શકે છે. મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો તેમણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાંથી PWD મંત્રી અને કોંગ્રેસ લખેલું હટાવી દીધું છે. તેમની પ્રોફાઈલમાં તેની જગ્યાએ માત્ર હિમાચલનો સેવક લખેલું જોવા મળે છે. વિક્રમાદિત્ય સિંહે દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. દિલ્હી પહોંચતા પહેલા તેઓ હરિયાણાના પંચકુલામાં કોંગ્રેસના છ અયોગ્ય ધારાસભ્યોને પણ મળ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશની એકમાત્ર રાજ્યસભાની બેઠક માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના છ બળવાખોરોએ ચૂંટણીમાં 'ક્રોસ વોટ' કર્યા હતા. જેના કારણે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા હતા. આ પછી રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થયો હતો.

Advertisement

ઉલ્લંઘન કરવા બદલ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા

ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદકોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ નિરીક્ષકોની એક ટીમને શિમલામાં પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરવા મોકલી હતી. દરમિયાન, વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ વિધાનસભામાં રાજ્યના બજેટ માટે મતદાન પર પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. વિક્રમાદિત્ય સિંહે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ સુપરવાઈઝર સાથેની બેઠક બાદ તેમણે પોતાનું વલણ નરમ કર્યું હતું. મળતી વિગતો પ્રમાણે સુખુ સરકારના કામકાજ પર પોતાનો અસંતોષ વ્યક્ત કરી ચૂકેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહે કહ્યું કે, વિક્રમાદિત્ય સિંહ કેટલાક કાર્યક્રમો માટે દિલ્હી ગયા અને અને કોંગ્રેસના હાઈકમાન્ડને પણ મળશે.

Advertisement

આ પણ વાંચો: West Bengal: મમતા બેનર્જીએ કરી વડાપ્રધાન સાથે મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×