ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના રાજકીય પક્ષોને રૂ. 4300 કરોડનું દાન : રાહુલ ગાંધી અને કોંગ્રેસના આરોપો બાદ ચૂંટણીપંચ પર તપાસનું દબાણ

ગુજરાતમાં રાજકીય દાનનો ગોટાળો? કોંગ્રેસે માંગી ચૂંટણીપંચ દ્વારા તપાસ
05:20 PM Aug 27, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતમાં રાજકીય દાનનો ગોટાળો? કોંગ્રેસે માંગી ચૂંટણીપંચ દ્વારા તપાસ

અમદાવાદ : ગુજરાતમાં રાજકીય પક્ષોને રૂ. 4300 કરોડનું દાન મળ્યું હોવાના અહેવાલે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અખબારી અહેવાલ શેર કરીને ચૂંટણીપંચ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે આવું વિશાળ દાન ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ ક્યાં થયો? આ આરોપો બાદ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પણ આ મામલે ચૂંટણીપંચને તપાસની માંગ કરી છે, જેનાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

રાહુલ ગાંધીએ એક્સ પર લગાવ્યા ગંભીર આરોપ

રાહુલ ગાંધીએ X પર શેર કરેલા અખબારી અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં લગભગ અજાણ્યા ગણાતા 10 રાજકીય પક્ષો, જેમાં લોકશાહી શક્તિ પક્ષ, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ, મુક્ત અભિવ્યક્તિ પાર્ટી, ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ભારતીય જન પરિષદ, સૌરાષ્ટ્ર જનતા પાર્ટી, જન મન પાર્ટી, માનવ અધિકાર રાષ્ટ્રીય પક્ષ, અને ગરીબ કલ્યાણ પાર્ટીનો સમાવેશ થાય છે, તેમને 2019-20થી 2023-24 દરમિયાન રૂ. 4300 કરોડનું દાન મળ્યું છે. આ પક્ષો ભાગ્યે જ ચૂંટણી લડે છે અને તેમનું રાજકીય અસ્તિત્વ પણ નજીવું છે, જેના કારણે આ દાનના સ્ત્રોત અને ઉપયોગ અંગે શંકાઓ ઉભી થઈ છે.

આ પણ વાંચો- આણંદની અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક : ગોવિંદ પરમારે ઉમેદવારી પાછી ખેંચી, કાંતિ સોઢા પરમારના નામની જાહેરાત

રાજકીય પક્ષોને 4300 કરોડ રૂપિયાનું દાન

રાહુલ ગાંધીએ X પર લખ્યું, “ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમનું નામ કોઈએ સાંભળ્યું નથી પણ તેમને 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે! આ પૈસા ક્યાંથી આવ્યા? આ પક્ષોને કોણ ચલાવે છે? અને આ નાણાં ક્યાં ગયા? શું ચૂંટણીપંચ તપાસ કરશે કે ફરીથી સોગંદનામું માંગશે?”

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, “ગુજરાતના રાજકીય પક્ષો એનકેન પ્રકારે નાણાં એકત્રિત કરે છે. રૂ. 4300 કરોડના વ્યવહારોની વાત છે, જે અત્યંત ગંભીર છે. આ નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાયા, તે એક મોટો પ્રશ્ન છે. આ બાબતે ધ્યાન રાખવાની જવાબદારી ચૂંટણીપંચની છે. આવા રાજકીય પક્ષોના આર્થિક વ્યવહારોની તપાસ થવી જોઈએ, કારણ કે આમાં કાળા નાણાંની શક્યતા નકારી શકાય નહીં.”

આ પણ વાંચો- Junagadh: ઉમિયાધામના પ્રમુખના ત્રણ બાળકોના જન્મ આપવાના નિવેદનને પ્રવીણ તોડગિયાનું સમર્થન, કહ્યું ત્રણ બાળકો પેદા કરે તે હિન્દૂવીર

ચૂંટણી પંચને સીધો પડકાર

રાહુલ ગાંધીએ આ મુદ્દે ચૂંટણીપંચને સીધી રીતે પડકાર ફેંક્યો છે, જેમાં તેમણે ચૂંટણીપંચની નિષ્પક્ષતા અને જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ગાંધીએ અગાઉ મતદાર યાદીમાં કથિત છેડછાડના આરોપોને લઈને પણ ચૂંટણીપંચ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન દાવો કર્યો હતો કે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ચૂંટણીઓમાં મતદાર યાદીઓમાં ફેરફાર કરીને જીત હાંસલ કરી હતી.

ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું, “આવા અનામી રાજકીય પક્ષોને આટલું મોટું દાન મળવું એ લોકશાહી માટે ખતરો છે. આ નાણાંનો ઉપયોગ ચૂંટણીઓમાં અથવા અન્ય રાજકીય હેતુઓ માટે થયો હોઈ શકે છે. ચૂંટણીપંચે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ અને આ નાણાંના સ્ત્રોત અને વપરાશની પારદર્શકતા સુનિશ્ચિત કરવી જોઈએ.”

ગુજરાત વોટ ચોરીનું મોડલ

ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનો મજબૂત પ્રભાવ રહ્યો છે, અને આ રાજ્યને ‘ગુજરાત મોડલ’ તરીકે પ્રચારિત કરવામાં આવે છે. જોકે, રાહુલ ગાંધીએ આ મોડલને “વોટ ચોરીનું મોડલ” ગણાવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતમાં શરૂ થયેલી આ પ્રકારની પ્રથા 2014થી રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી છે. આ આરોપોના પગલે ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે, અને રાજ્યમાં ‘મશાલ જુલૂસ’ જેવા કાર્યક્રમો દ્વારા લોકશાહીની રક્ષા માટે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ડૉ. મનીષ દોશીએ ભારપૂર્વક જણાવ્યું, “આવા અનામી પક્ષોને દાન આપનારા કોણ છે? આ નાણાંનો ઉપયોગ ચૂંટણીઓમાં ગેરકાયદેસર પ્રભાવ પાડવા માટે થયો હોઈ શકે છે. આ બાબતે ચૂંટણીપંચે તેની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ અને આર્થિક વ્યવહારોની તપાસ કરવી જોઈએ.”

આ પણ વાંચો- ગોંડલમાં Ganesh Chaturthi, શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 11 દિવસ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Tags :
#PoliticalDonationsBlackMoneyDemocracyelectioncommissiongujaratpoliticsManishDoshirahulgandhi
Next Article