Zubeen Garg ના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ કરાશે, લોકલાગણી આગળ તંત્ર ઝુકયુ
- સિંગાપોરમાં કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ઝુબીનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું
- સ્કુબા ડાઇવીંગ દરમિયાન અકસ્માત થતા ઝુબીનને હોસ્પિટલમાં લઇ જવાયો
- ઝુબીનનો મૃતદેહ પરત આવ્યો ત્યારે લાખો લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા
Zubeen Garg Second Post Mortem : ગાયક ઝુબીન ગર્ગના (Zubeen Garg Second Post Mortem) અચાનક અવસાન પર સંગીત ઉદ્યોગ અને તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "લોકોએ આસામમાં ઝુબીન ગર્ગનું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી છે. ગાયકના મૃતદેહનું સિંગાપોરમાં પહેલું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આજે સવારથી, લોકો આસામમાં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી રહ્યા છે."
HCM Dr @himantabiswa shared about the re autopsy and cremation schedule of #BelovedZubeen Garg with the media today. pic.twitter.com/joIMj184Mu
— Chief Minister Assam (@CMOfficeAssam) September 22, 2025
AIIMSના ડોક્ટરો હાજર રહેશે
મુખ્યમંત્રીએ કહ્યું, "કેન્દ્રીય રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિતાએ ઝુબીન ગર્ગની (Zubeen Garg Second Post Mortem) પત્ની ગરિમા સૈકિયા ગર્ગ સાથે આ બાબતે ચર્ચા કરી છે. મંગળવારે સવારે, ઝુબીન ગર્ગનું બીજું પોસ્ટમોર્ટમ ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવશે, જેમાં AIIMSના ડોક્ટરો હાજર રહેશે. તેમાં 1 થી 1:30 કલાક લાગશે."
પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવશે
CM સરમાએ કહ્યું, "પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી, ઝુબીન ગર્ગના (Zubeen Garg Second Post Mortem) મૃતદેહને અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાછો લાવવામાં આવશે." ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ હાજર રહેશે. મેઘાલયના નાયબ મુખ્યમંત્રી, મેઘાલય સરકારનું પ્રતિનિધિમંડળ અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ હાજર રહેશે.
સિંગાપોરમાં અવસાન
આસામના પ્રખ્યાત ગાયિકા ઝુબીન ગર્ગ (52) (Zubeen Garg Second Post Mortem) ના આકસ્મિક અવસાનથી સમગ્ર રાજ્ય શોકમાં ડૂબી ગયું છે. તેમનું સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે અવસાન થયું.
તેઓ NEIF માટે સિંગાપોર ગયા હતા
ઝુબીન ગર્ગ (Zubeen Garg Second Post Mortem) નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ (NEIF) માં પર્ફોર્મ કરવા માટે સિંગાપોર ગયા હતા. 19 સપ્ટેમ્બરના રોજ, એક યાટ પાર્ટી દરમિયાન, તેઓ સ્કુબા ડાઇવિંગ કરવા ગયા અને ડૂબી ગયા.
40 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા
"આસામનો અવાજ" તરીકે જાણીતા ઝુબીન ગર્ગે (Zubeen Garg Second Post Mortem) આસામી, બંગાળી અને હિન્દી ફિલ્મોમાં 40 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા. તેમના બોલિવૂડ ગીત "યા અલી..." એ તેમને નોંધપાત્ર સફળતા અપાવી.
આ પણ વાંચો ----- કાંતારા: ચેપ્ટર 1નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ; જાણો કેવું છે ઋષભ શેટ્ટીનું પ્રીક્વલ


