Porbandar : દિવાળી પહેલા ગુજરાત ATS ને મોટી સફળતા! પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ!
- ગુજરાત ATS એ એક જાસૂસની ધરપકડ કરી (Porbandar)
- પોરબંદરથી પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સની ધરપકડ
- જાસૂસની ધરપકડ બાદ ATS એ વધુ પૂછપરછ હાથ ધરી
દિવાળીનાં (Diwali 2024) તહેવારની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. ATS ની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે જે પોરબંદરમાં (Porbandar) રહીને પાકિસ્તાનમાં ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો એવો દાવો કરાયો છે. એટીએસ દ્વારા શખ્સની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Rajkot: ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા’ શહેરની 10 જાણીતી હોટલને મળી બોમ્બની ધમકી
પોરબંદરથી એક શખ્સની ધરપકડ કરાઈ
પ્રાપ્ત અહેવાલ મુજબ, પોરબંદરમાંથી (Porbandar) એક શખ્સની ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે આ શખ્સ પોરબંદરમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો અને ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. ATS ના અધિકારીઓએ આ શખ્સની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં તેનું નામ પંકજ કોટીયા હોવાનું ખુલ્યું છે. પંકજ તમાકુની ફેક્ટરીમાં કામ કરતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી પર કોસ્ટગાર્ડની શીપ પર વેલ્ડિંગ અને અન્ય પરચુરણ મજૂરી કામ માટે હેલ્પર તરીકે કામ પણ કરતો હતો.
Gujarat ATSની Porbandar માં મોટી કાર્યવાહી | Gujarat First#GujaratATS #PorbandarOperation #SpyArrested #PakistanSpy #NationalSecurity #CoastGuardEspionage #ATSAction #IntelligenceBreach #SpyInPorbandar #GujaratSecurity #EspionageCase #SensitiveInformation #gujaratfirst pic.twitter.com/BbsLZdU03d
— Gujarat First (@GujaratFirst) October 26, 2024
સો. મીડિયા થકી રિયા નામની મહિલાનાં સંપર્કમાં આવ્યો
આરોપી પંકજ રિયા નામની મહિલા સાથે સંપર્કમાં હતો. આરોપીએ મહિલાને કોસ્ટગાર્ડ (Coastguard) શિપની ગતિવિધિની માહિતી આપી હતી. પોલીસ તપાસ મુજબ, આરોપી છેલ્લા 8 મહિનાથી મહિલા સાથે માહિતીની આપ-લે કરતો હતો. પહેલીવાર ફેસબુક માધ્યમથી રિયા સંપર્કમાં આવી હતી. રિયા પોતે મુંબઈની (Mumbai) મહિલા હોવાનું અને પાકિસ્તાન (Pakistan) નેવી માટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું. રિયા પાસે જે નંબર હતો તે ભારતીય નંબર હતો. મહિલા દ્વારા રૂ. 26 હજારની રકમ પંકજને ઓનલાઇન ટ્રાન્સફર કરાઈ હતી.
આ પણ વાંચો - Gondal marketing yard દિવાળીની રજાઓ પહેલા મગફળીથી ઉભરાયું, અધધ આવક નોંધાઈ
અનેક મોટા ખુલાસા થવાની આશંકા
એવી આશંકા છે કે ધરપકડ કરાયેલ શખ્સની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. જણાવી દઈએ કે આ વર્ષે જ મે મહિનામાં પણ પોરબંદરમાંથી (Porbandar) એક પાકિસ્તાની જાસૂસની (Pakistani Jasoos) ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ ઝઘડીયા ખાતે આવેલી એક કંપનીમાંથી મિસાઇલ અને ડ્રોન સહિતની ડિઝાઈનો પાકિસ્તાન (Pakistan) મોકલતો હોવાનો આરોપ હતો. સાથે દેશ અને રાજ્યને લગતી સંવેદનશીલ જાણકારીઓ પણ પાકિસ્તાન મોકલતો હતો.
આ પણ વાંચો - VADODARA : પશુ આહારના ભુસાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપતી ગ્રામ્ય LCB


