ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar : લોકસભા સીટ પર મનસુખભાઈ માંડવીયાના નામ પર મહોર લાગી, રમેશ ધડુકનું પતું કપાયું

આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 26 બેઠકો માંથી 15 બેઠકો પર ઉમેદવાર ના નામની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર (Porbandar) લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ...
02:58 PM Mar 03, 2024 IST | Dhruv Parmar
આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 26 બેઠકો માંથી 15 બેઠકો પર ઉમેદવાર ના નામની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર (Porbandar) લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ...

આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 26 બેઠકો માંથી 15 બેઠકો પર ઉમેદવાર ના નામની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર (Porbandar) લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નું નામ જાહેર કરવામાં આવતા ની સાથે રમેશ ધડુક નું પતું કપાયું છે.

મનસુખભાઈ માંડવીયા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન છે - રમેશભાઈ ધડુક

આજરોજ પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયાના નામની જાહેરાત થતા રમેશભાઈએ તેમના નિવાસ સ્થાન ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે ફટાકડા ફોડી અને મનસુખભાઈ માંડવીયાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતું કે, આખી પોરબંદર લોકસભા સીટમાં આવતા તમામ મતદારોને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવીયાને આપણે પાંચ લાખથી પણ વધારે મતથી જીતાડી અને વિજય બનાવવાના છે. મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને દેશના પાંચમા નંબરના કેન્દ્રીય મંત્રી છે. અને તે પણ પોરબંદર (Porbandar)ને મળતા નવા વિકાસના કામ થશે તેમજ નવા ઉદ્યોગો આવશે અને લોકોના હિતમાં ખૂબ સારા કામો થશે. કેન્દ્રના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય ત્યારે પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે તેવું અંતમાં જણાવ્યું હતું.

કાર્યકરોમા અનેરો ઉત્સાહ ફટાકડા ફોડ્યા

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે આજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની ઘરે ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે ગોંડલમાં દિવાળી જેવો માહોલ હોય તેવી રીતે ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે. કારણકે આજે સમગ્ર ભારત માં જેમનું એકથી પાંચ નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવીયા કે જેમને કોરોના કાળ દરમ્યાન દેશ નહીં દુનિયાને સાબિત કરી દીધું કે ભારતની શુ તાકાત છે. એવા મનસુખભાઈ માંડવીયા અમને પોરબંદર (Porbandar) લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે મળ્યા હોય ત્યારે ગોંડલ શહેર તેમજ તાલુકાના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોંડલ શહેર અને તાલુકાના મતદારોએ સંકલ્પ કર્યો

યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે આજરોજ પોરબંદર (Porbandar) લોકસભા સીટ ઉપર જ્યારે મનસુખભાઈ માંડવીયાની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ છે એ બદલ એમને અમે હૃદય પૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીએ છીએ. સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા તાલુકા વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોમાં ખૂબ ઉમંગ તેમજ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઇ છીએ કે આગામી લોકસભાની ચૂંટણી ની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હાથ મજબૂત કરવા માટે એક એક યુવાન અને મતદારો જુશા સાથે મેદાનની અંદર ઉતારવાનો છે. મનસુખભાઈ માંડવીયા ને પાંચ લાખ કરતા પણ વધુ મત ની લીડ આપી આ સીટ પર વિજેતા બનાવવાના છે તેવો સંકલ્પ ગોંડલ શહેર તેમજ તાલુકાના એક એક મતદાર અને યુવાનો એ લીધો છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : Anant-Radhika Pre Wedding : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કર્યો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahBJPCongressElection 2024GujaratGujarati NewsIndiaJP NaddaLok Sabha 2024Lok Sabha Election 2024Mansukh MandaviyamodiNationalpm modiPriyanka Gandhirahul-gandhiRamesh DhadukSonia Gandhivoters
Next Article