આચાર્યએ ઝેરની શીશી ગટગટાવી, શિક્ષિકા અવારનવાર કહેતી હતી કે....
- આચાર્ય જગદિશગીરી ગોસ્વામીએ ઘરે ઝેરી દવા પી લીધી
- શિક્ષિકાએ તેમના વિરૂદ્ધ અવારનવાર ફરિયાદો કરતી
- રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે
Porbandar Principal Suicide : Porbandar ના છાયા વિસ્તારમાં પ્રાથમિક શાળાના આચાર્યએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ આચાર્યએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, આચાર્યએ પ્રથામિક શાળામાં ભણાવતી એક શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યા કરી છે. બીજી તરફ આચાર્યના આ પ્રકારના નિર્ણયને કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલમા, આ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ વિસ્તારની પોલીસે કવાયત હાથ ધરી છે.
આચાર્ય જગદિશગીરી ગોસ્વામીએ ઘરે ઝેરી દવા પી લીધી
મળતી માહિતી મુજબ, પોરબંદરમાં સરકારી શાળામાં આચાર્ય જગદિશગીરી ગોસ્વામીએ ઘરે ઝેરી દવા પી લીધી હતી. તો પારબંદરના છાયા વિસ્તારમાં આચાર્ય જગદિશગીરી ગોસ્વામી રહેતા હતા. જ્યારે પરિવારને જાણ થઈ કે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. ત્યારે પરિવારજનો દ્વારા તુરંપ તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. અંતે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: IAS અધિકારીઓની બદલી, GSSSB ના ચેરમેન બન્યા IAS તુષાર ધોળકીયા
શિક્ષિકાએ તેમના વિરૂદ્ધ અવારનવાર ફરિયાદો કરતી
મૃતકના પુત્ર કૃણાલે આક્ષેપ કર્યા છે કે, તેમના પિતા જગદિશગીરી ગોસ્વામી સાથે સરકારી શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ તેમના વિરૂદ્ધ અવારનવાર ફરિયાદો કરી અને માનસિક ત્રાસ આપતી હતી. જેથી કંટાળી મારા પિતાએ આપઘાત કરી લીધો છે. ત્યારે આ બનાવને લઇ કમલાબાગ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તો શિક્ષિકા દ્વારા આચાર્ય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. આચાર્ય અને શિક્ષિકાનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો.
આ બાબતે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે
જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ.કે.પરમારનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે એવું જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે શિક્ષિકાની ફરિયાદ મળી હતી. જેના આધારે એક ટીમ તપાસ અર્થે શાળાએ મોકલવામાં આવી હતી. તેમનો રિપોર્ટ મને મળે તે પહેલાં આચાર્યના આપઘાતના સમાચાર મળ્યા છે. આ બાબતે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે.
આ પણ વાંચો: Gujarat માંથી નાણા પડાવતા 8 લોકોની નકલી ED ની ટીમ ઝડપાઈ


