Film Kannappa માંથી પ્રભાસનો લૂક થયો લીક, આરોપીને પકડી પાડનારાને મળશે રુ. 5 લાખ
- ફિલ્મ Kannappa માંથી Prabhasનો લૂક લીક થયો
- આરોપીને પકડી પાડનાર વ્યક્તિને રૂ. 5 લાખ મળશે
- આ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ કરી રહ્યા છે
Prabhas Kannappa Look Leak : Prabhas એ અત્યારે ભારતીય સિનેમામાં સૌથી વધુ મોંઘી ફિલ્મો કરનાર એકમાત્ર અભિનેતા છે. કારણ કે... આગામી સમયમાં 500 કરોડથી પણ વધુ બજેટ ધરાવતી ફિલ્મોમાં Prabhas મુખ્ય કિરદારમાં જોવા મળશે. જોકે બાહુબલી બાદ Prabhas ની કોઈપણ ફિલ્મ 500 કરોડથી નીચે બજેટવાળી જોવા મળી નથી. ત્યારે આગામી સમયમાં વધુ એક કરોડા બજેટવાળી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ Kannappa છે.
ફિલ્મ Kannappa માંથી Prabhasનો લૂક લીક થયો
ફિલ્મ Kannappa ના નિર્માતાઓને આજરોજ એક સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે... ફિલ્મ Kannappa માંથી Prabhas નો લૂક લીક થઈ ગયો છે. જોકે અત્યાર સુધી Prabhas ની ફિલ્મ Kannappa ની માહિતી જ દર્શકોને શેર કરવામાં આવી હતી. પરંતુ આજરોજ Prabhasનો ફિલ્મ Kannappa માંથી લૂક થતા ફિલ્મ નિર્માતાઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટનાથી ફિલ્મ નિર્માતાઓ ખુબ જ નાખુશ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત ફિલ્મ Kannappa ની ટીમે એક ખાસ અપીલ કરી છે. તે ઉપરાંત Prabhas ના લૂકને શેર કરનારા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: Salaar 2 ની પ્રથમ ઝલક! અને ફરી એકવાર 3 વર્ષ માટે પ્રભાસ થયો કેદ...
આરોપીને પકડી પાડનાર વ્યક્તિને રૂ. 5 લાખ મળશે
ફિલ્મ Kannappa ના નિર્માતાએ જે પત્ર જાહેર કર્યો છે, તેમાં જણાવ્યું છે કે, છેલ્લા 8 વર્ષોમાં ફિલ્મ Kannappa ને બનાવવા માટે અમે અમારું બધુ જ દાવ ઉપર મૂકી દીધું હતું. તો બે વર્ષના દિવસ-રાત મહેનત કર્યા બાદ, અમારી ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયારી થઈ રહી હતી. ત્યારે અમને એ કહેતા ભારે દુ:ખ થાય કે, ફિલ્મ Kannappa ની તસવીર લીક કરવામાં આવી છે. અને અમારી મરજી વિરુદ્ધા આ કામ કરવામાં આવ્યું છે. જોકે આ મામલે આરોપીને પકડવા માટે અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તે ઉપરાંત આ તસવીરને શેર નહીં, કરવાની અમારી તમને બઘાને એક નમ્ર વિનંતી છે.
આ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ કરી રહ્યા છે
ત્યારે ફિલ્મ Kannappa માંથી Prabhas ના લૂકને લીક કરનારા વ્યક્તિને જે વ્યક્તિ પકડી પાડશે, તે વ્યક્તિને ફિલ્મ નિર્માતાઓ દ્વારા 5 લાખ રૂપિયા આપવાની માહિતી શેર કરવામાં આવી છે. ફિલ્મ Kannappa માં Prabhas ઉપરાંત અક્ષય કુમાર અને મોહનન લાલ જેવા સુપરસ્ટાર પણ કન્નપ્પામાં કેમિયો છે. આ એક કાલ્પનિક ડ્રામા ફિલ્મ છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ram Charan ની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ગેમ ચેન્જરનું ધાંસૂ ટીઝર થયું રિલીઝ