ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તમામ મૃતકોની પ્રાર્થના સભા યોજાઈ

ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તમામ મૃતકોની પ્રાર્થનાા સભાનું યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાતના તમામ મંત્રીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
07:14 PM Jun 20, 2025 IST | Vishal Khamar
ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તમામ મૃતકોની પ્રાર્થનાા સભાનું યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાતના તમામ મંત્રીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
vijaybhai rupani gujarat first

વિજયભાઈએ ક્યારેય પદ ને નહીં પણ જવાબદારી ને મહત્વ આપ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, અમે કલ્પના નહોતી કરી કે આવી સ્થિતિ ઉભી થશે કે વિજયભાઈની પ્રાર્થના સભામાં મારે આવવું પડશે. દિલને સમજાવવું અઘરૂ છે વિજયભાઈ આપણી વચ્ચે નથી. વિજયભાઈએ ક્યારેય પદને નહી પણ જવાબદારીને મહત્વ આપ્યું છે. ઈમાનદારી, લગન અને મહેનત તેઓમાં હતી. વિજયભાઈએ ક્યારેય કાર્યકર્તા નહી ભૂલ્યા. સ્વભાવ એવો કે પહેલા વાક્યથી જ તે કાર્યકર્તા સાથે જોડાઈ જતા. પંજાબના તેઓ હાલ પ્રભારી હતા. ઘટનાના બે દિવસ પહેલા જ તેમનો મને કોલ આવ્યો હતો. પંજાબની ભાજપની સ્થિતિ અંગે મારી સાથે તેમણે વાત કરી હતી.

યુવા વયે જ તેમને રાજકીય સફર શરૂ કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 12 જૂને બનેલ દુર્ઘટનાએ દેશ અને દુનિયાને સ્તબ્ધ કરી દીધું છે. દુર્ઘટનામાં મૃત્યુ થયેલની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ. વિજયભાઈનું દુઃખદ નિધનએ ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. સંગઠન, સરકાર અને સમાજના પ્રતિનિધિ એટલે વિજયભાઈ હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારાએ રંગાયેલા તે સૈનિક હતા. યુવા વયે જ તેમને રાજકીય સફર શરૂ કરી હતી. પંજાબના પ્રભારી દરમ્યાન તેમને આખરી અંત સુધી સેવાઓ શરૂ રાખી. લોકસેવાને તેમને હંમેશા પોતાનો મંત્ર બનાવ્યો હતો.

હદય ધબકારા ચુકી જાય તેવો આંચકો લાગ્યો

પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાગ્યેજ બનતા અકસ્માતમાં મૃત્યુ થયેલ તમામ દિવંગતોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરૂ છું. હું મધ્યપ્રદેશ હતો ત્યારે મને કોઈએ કહ્યું કદાચ વિજયભાઈ પણ તે જ પ્લેનમાં છે. મને એવું લાગ્યું કે કદાચ આ ખોટું પડે. હદયના ધબકારા ચુકી જાય તેવો આંચકો લાગ્યો. કોર્પોરેટર, સ્ટેન્ડિગ ચેરમેન, મેયર, ધારાસભ્ય, મહામંત્રી, મંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને પ્રભારી હતા. કદાચ જ કોઈ વ્યક્તિ આટલા બધા હોદ્દાઓ પર રહ્યા હશે.  ભાજપને ક્યારેય પુરી ન શકાય તેવી ખોટ પડી છે.

બધા ને વિજયભાઈને ગુમાવવાનું દુઃખ

પ્રાંત સંઘ સહસંચાલક ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા પણ પગ જમીન સાથે જોડાયેલા હતા. બધાને વિજયભાઈને ગુમાવવાનું દુઃખ છે. હું આરએસએસ વતી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી સમર્પણ કરુ છું.

આ પણ વાંચોઃ Ahmedabad :બગોદરા-ધોળકા હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોને ગંભીર ઈજા પહોંચી

કોઈએ કલ્પના નહોતી કે આવો કાર્યક્રમ કરવો પડશે

રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષે જણાવ્યું હતું કે, કોઈએ કલ્પના ન હોતી કે આવો કાર્યક્રમ કરવો પડશે. વિજયભાઈ માટે કહેવા માટે અનેક બાબતો છે. જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા હતા. રાજનીતતિમાં ભૂમિકા બદલાતી રહેતી હોય છે. પણ તેમનો સ્વભાવ ન હોતો બદલાયો. તેમના અંદરનો કાર્યકર્તા હંમેશા જીવિત હતો.

આ પણ વાંચોઃ

નાના કાર્યકર્તા તરીકે રાજકારણમાં કામ કર્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે, નાના કાર્યકર્તા તરીકે રાજકારણમાં કામ કર્યું. સંઘ અને વિદ્યાર્થી પરિષદમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. રૂપાણીજી અને હું વિદ્યાર્થી પરિષદથી પરિચય થયો હતો. અનેક કાર્યક્રમો અમે સાથે કામ કર્યું હતું. આપણે પ્રેરણા લેવી જોઈએ કે કેવી રીતે પોતાના વિચાર અને સંઘર્ષથી કામ કરી આગળ વધ્યા છે. ગુજરાત નહી પણ દેશ માટે પણ ખોટ છે.

Tags :
BJP GujaratEx CM Vijay RupaniGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSJP NaddaLate former Chief Minister Vijaybhai RupaniVijay Rupani
Next Article