Gokuldham International Campus : વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા આત્માઓની શાંતિ અર્થે સ્કૂલના બાળકોની ભગવાનના ચરણે પ્રાર્થના
- વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે બાળકોની પ્રાર્થના
- ગોકુલધામ પરિવારના સભ્ય પન્નાબેન નાગર માટે પ્રાર્થના કરવામાં આવી
- વિદ્યાર્થી, શિક્ષકો તેમજ સંતો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી
Gokuldham International Campus : સ્વામિનારાયણ ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો કેમ્પસમાં રહેતા સંતો દ્વારા આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માની શાંતિ અર્પે સમૂહમાં ભગવત ગીતાના 15માં અધ્યાયનું પઠન તેમજ વૈદિક શાંતિ મંત્રો દ્વારા અમૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે સંસ્થાના હિતેચ્છુઓ,શિક્ષણ જગતના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ લંડનથી પધારેલા પ્રફુલભાઈ પટેલ પણ આ હૃદય દ્રાવક ઘટના અંગે ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પૂજ્ય હરિકૃષ્ણદાસ સ્વામીજી અને જનમંગલ સ્વામીએ તમામ મૃતાત્માઓને યાદ કરીને વિશેષ પ્રાર્થના કરી હતી.
USA સત્સંગ યાત્રાએ ગયેલા કેમ્પસના સ્વપ્ન દ્રષ્ટા પૂજ્ય શુકદેવપ્રસાદ દાસજી સ્વામીએ પણ વિડીયોના માધ્યમથી શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહીને ભગવાનને અમૃતાત્માઓના કલ્યાણ અર્થે સવિશેષ પ્રાર્થના કરી હતી.


