Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ તેજ, નવા રથનું કરાશે ટ્રાયલ

અમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગયું છે. આ વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ બિરાજવામાં આવશે. 72 વર્ષ બાદ નવા રથ તૈયાર કરાયા છે. મંદિર પરિસરમાં રથનું ટ્રાયલ કરવામાં આવશે. ખાસ તો નવા રથનાં સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે....
અમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ તેજ  નવા રથનું કરાશે ટ્રાયલ
Advertisement

અમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગયું છે. આ વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ બિરાજવામાં આવશે. 72 વર્ષ બાદ નવા રથ તૈયાર કરાયા છે. મંદિર પરિસરમાં રથનું ટ્રાયલ કરવામાં આવશે. ખાસ તો નવા રથનાં સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે. રથયાત્રામાં રૂટ પર આવતી ગલીઓમાં રથ વળશે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.

અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વખતે 146 મી રથયાત્રા નીકળશે. અમદાવાદની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદમાં રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે.

Advertisement

આ પણ વાંચો : ગૃહિણીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો

Tags :
Advertisement

.

×