Rath Yatra 2025 : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે
- ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
- ઐતિહાસિક રથયાત્રાને લઈને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન
- રથયાત્રા મનોરંજનનું સાધન નથી ભકિત કરવા માટે છે: ટ્રસ્ટી
- રથયાત્રા મનોરંજનનું સાધન નથી કે છોડી દેવું જોઈએ: ટ્રસ્ટી
- ભગવાનને પ્રાર્થના કરીશું એવી કોઈ દુર્ઘટના ન બને: મહેન્દ્ર ઝા
ઐતિહાસિક રથયાત્રાને લઈ અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રથયાત્રા મનોરંજનનું સાધન નથી ભક્તિ કરવા માટે હોય છે. મનોરંજનનું સાધન નથી કે છોડી દેવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીશું એવી કોઈ દુર્ઘટના ન બને. તમામ સૃષ્ટિ સુખી રહે તે માટે પ્રાર્થના કરીશું. રથયાત્રાનું 46 લાખનું બજેટ છે. તેમજ રથયાત્રાનો 1 કરોડનો ઈન્શ્યોરન્સ છે.
મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજશે
મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને તો રાહત મળે તે માટે ઈન્શ્યોરન્સ હોય છે. રથયાત્રા પહેલા બહુ બધા પ્રસંગ હોય છે. આ 148 મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે શુક્રવારે નીકળશે. ઐતિહાસિક રથયાત્રામામ 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ વાજા રહેશે. તેમજ ભગવાનનો રથ ખેંચવા માટે 1000 થી 1200 જેટલા ખલાસીઓ હશે. તેમજ દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે જેમાં અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાપુરી તથા સૌરાષ્ટ્રમાંથી તમામ સંતો પધારશે. તેમજ મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. અને રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવશે. સવારે 5 વાગ્યે મંગળા આરતી થશે. મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે. તેમજ ભગવાનનું મન ગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. રથયાત્રામાં પ્રસાદ રૂપે 30000 મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કીલો કાકડી અને દાડમ પ્રસાદમાં આપશે.
25 જૂન બુધવારનો કાર્યક્રમ
રથયાત્રા પૂર્વ જગન્નાથજી નિજ મંદિર પરત ફરશે. ત્યાર બાદ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની નૈત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે. વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. ધ્વજા રોહણની વિધિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપશે. તે સિવાય આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સવારે 11 વાગ્યે સંતોનું સન્માન કરવામાં આવશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.
26 જૂન ગુરુવારનો કાર્યક્રમ
- સવારે 10 વાગ્યે સોનાવેશ દર્શન
- સવારે 10:30 વાગ્યે રથોની પૂજન વિધિ
- સવારે 11 વાગ્યે ગજરાજોની પૂજા જેમાં મુખ્ય અતિથિ અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે..
- બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટીની મુલાકાત..
- સાંજે 5:00 વાગ્યે શાંતિ સમિતિની મુલાકાત
- સાડા છ વાગ્યે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા અને આરતી..
- સાંજે આઠ વાગ્યે મહા આરતી
27 જૂન શુક્રવાર રથયાત્રાના કાર્યક્રમ
સવારે ચાર વાગ્યે મંગળા આરતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે સાડા ચાર વાગ્યે વિશિષ્ટ ભોગ ખીચડી દહીં અને કોળાનું શાક નો ભોગ ચડાવવામાં આવશે. સવારે 5:00 વાગ્યે જગન્નાથજીનું અતિ પ્રિય આદિવાસી નૃત્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથજીના આંખે બાંધેલા પાટા વૈદિક મંત્ર ઉચ્ચાર કરી ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 5:45 વાગ્યે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવશે. સવારે 7:00 વાગ્યે રથયાત્રાનો વિધિવત રીતે શુભારંભ થશે.
આ પણ વાંચોઃ કડીમાં ભાજપની ભવ્ય જીત મુદ્દે નીતિન પટેલે કહ્યું - વિશ્વાસ હતો અને ભવિષ્ય માટે પણ છે
પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી
ભક્તો માટે અને રથ પ્રસ્થાન વિધિમાં આવતા તમામ દર્શનાર્થીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એપીએમસી માર્કેટ જમાલપુર ખાતે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. ભક્તો ઓનલાઇન રથયાત્રાના દર્શન કરી શકે તે માટે પણ વેબસાઈટ મંદિર પ્રશાસનને વ્યવસ્થા કરી છે. Www.jagannathjiahd.org ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે.
આ પણ વાંચોઃ Gujarat AAP: ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે - આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી


