Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

150 મી સરદાર જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્ગોપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સરદાર પટેલના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલને ભારતના એકીકરણના શિલ્પી માનવામાં આવે છે. તેમની જન્મજયંતિ આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે.
150 મી સરદાર જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્ગોપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ પાઠવી
Advertisement
  • આજે સરદાર જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • સરદાર જયંતિને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે
  • દેશના રાષ્ટ્રપતિએ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી

President Of India Pay Tribute To Sardar Patel : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Of India - Dropadi Murmu) આજે ​​ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને (Iron Man Of India - Sardar Vallabh Bhai Patel) તેમની 150 મી જન્મજયંતિ (150 Th Birth Anniversary) નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સરદાર પટેલના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આ અગાઉ, રાષ્ટ્રપતિ મુર્મુએ નવી દિલ્હીમાં સરદાર પટેલ ચોકની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલને ભારતના એકીકરણના શિલ્પી માનવામાં આવે છે. તેમની જન્મજયંતિ આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદી કેવડિયા સ્થિત કાર્યક્રમોમાં હાજર રહ્યા

આજે સરદાર વલ્લભ ભાઇ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તે નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યા હતા. અહિંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી પરેડ લોકો વચ્ચે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ રાષ્ટ્રીય એકતા પર્વમાં વધુમાં વધુ લોકો જોડાઇ શકે તે માટે રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેની ઉજવણીમાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઇને સામાન્ય જનમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -----  '15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવું જ એકતા દિવસનું મહત્વ' - PM મોદી

Advertisement

Tags :
Advertisement

.

×