બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે યોજી પ્રેસ કોન્ફરન્સ, આ તારીખ પહેલા બિહારમાં ચૂંટણી યોજાશે
- Bihar Election: ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના બિહાર પ્રવાસે છે
- આજે બીજા દિવસે ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી
- ને પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચની તૈયારીઓ વિશે વિગતે માહિતી આપી
બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ હતો. આ દરમિયાન તેમણે ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચની તૈયારીઓ વિશે વિગતે માહિતી આપી. તેમણે બિહારના મતદારોનું મૈથિલી ભાષામાં અભિવાદન કરીને જણાવ્યું હતું કે, જેમ આપણે તહેવારોને ઉત્સવની જેમ ઉજવીએ છીએ, તેવી જ રીતે લોકશાહીના આ પર્વને પણ ઉત્સાહ સાથે મનાવવો જોઈએ. દરેક મતદારે મતદાન અવશ્ય કરવું જોઈએ.તેમણે કહ્યું કે વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થાય છે, અને તે પહેલાં ચૂંટણીઓ યોજાશે. પત્રકાર પરિષદની શરૂઆતમાં, તેમણે જણાવ્યું હતું કે બિહારમાં SIR પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ માટે, તેમણે SIR દ્વારા મતદાર યાદી શુદ્ધ કરનારા BLO (સ્થાનિક સંસ્થાઓના સ્નાતક)નો આભાર માન્યો હતો.
Day 2/Patna: #ECI reviews preparedness for upcoming #Bihar Legislative Assembly Elections, 2025
In images : Commission’s meeting with Heads/Nodal Officers of Enforcement Agencies pic.twitter.com/PNpOwTCAH7
— Election Commission of India (@ECISVEEP) October 5, 2025
Bihar Election: ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના બિહાર પ્રવાસે છે
ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે અને વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તે પહેલા ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓએ તમામ રાજકીય પક્ષો અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. ચૂંટણી એક જ તબક્કામાં યોજવી કે કેમ, તે અંગે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
કમિશ્નર જ્ઞાનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું કે બિહારમાં 17 નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં સમગ્ર દેશમાં લાગુ થશે. આ નવીનતાઓ હેઠળ, ઇવીએમ (EVM) પર હવે ઉમેદવારનો રંગીન ફોટો હશે અને વોટર આઈડી કાર્ડમાં વોટર આઈડી નંબર મોટો હશે. મતદાનની સરળતા માટે એક બૂથ પર 1200થી વધુ મતદારો નહીં હોય અને 90,000 પોલિંગ બૂથ પર મતદાન કક્ષની બહાર મોબાઇલ જમા કરાવવાની સુવિધા અપાશે. આ ઉપરાંત, દરેક મતદાન કેન્દ્ર પર 100% વેબ કાસ્ટિંગ થશે. તેમણે બિહારના 90,217 બૂથ લેવલ ઓફિસરો (BLO)ના કામને સમગ્ર દેશ માટે અનુકરણીય ગણાવ્યું.
Bihar Election: ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી
EVMની ગણતરીમાં કોઈ ભૂલ જણાશે તો તમામ VVPATની ગણતરી ફરજિયાત કરવામાં આવશે. તેમણે તમામ પક્ષોને મતદાન પહેલા થતાં મોક પોલ માટે તેમના એજન્ટ્સ અવશ્ય નિયુક્ત કરવા વિનંતી કરી. ખર્ચની મર્યાદા જાળવવા માટે દરેક જિલ્લામાં એક ખર્ચ અધિકારી પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
વોટર આઈડી કાર્ડમાં સુધારો કરાવનાર લોકોને યાદી ફાઈનલ થયાના 15 દિવસની અંદર નવા વોટર કાર્ડ મોકલી દેવામાં આવશે. અંતમાં, તેમણે સ્પષ્ટતા કરી કે મતદાર યાદી માટે આધાર કાર્ડને નાગરિકતાનો પુરાવો માનવામાં આવતો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ આધાર જન્મ કે નાગરિકતાનો પુરાવો નથી, જો કે ઓળખ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. મતદાર યાદીમાંથી જે નામો કાપવામાં આવ્યા છે તેની યાદી દરેક રાજકીય પક્ષને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: Bihar elections : બિહાર ભાજપની EC પાસે માગ, બુરખાધારી મહિલાઓની ઓળખ સાથે એક-બે તબક્કામાં મતદાન


