RSS શતાબ્દી સમારોહ: સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ - PM Modi
- RSS રાષ્ટ્ર સાધનાની યાત્રામાં સંઘ પર અનેક હુમલા થયા
- આઝાદી બાદ પણ સંઘને કચડવાનો પ્રયાસ થયો
- સંઘે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતોઃ PM મોદી
દિલ્હીમાં RSSના શતાબ્દી સમારોહની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. દેશ માટે સંગઠન દ્વારા આપવામાં આવેલા યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઈન કરેલી ટપાલ ટિકિટ અને સિક્કાનું વડાપ્રધાને વિમોચન કર્યુ હતું. વડાપ્રધાને કહ્યું સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે. સંઘ વિશે એવું કહેવાય છે કે સામાન્ય લોકો અસાધારણ પરાક્રમો કરવા માટે ભેગા થાય છે. સંઘ શાખાનું મેદાન પ્રેરણાનું સ્થળ છે. શાખાઓમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
1942માં અંગ્રેજો સામે સ્વયંસેવકોએ અત્યાચાર સહ્યો છે
RSSના શતાબ્દી સમારોહમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. તેમજ રાષ્ટ્ર સાધનાની યાત્રામાં સંઘ પર અનેક હુમલા થયા છે. આઝાદી બાદ પણ સંઘને કચડવાનો પ્રયાસ થયો છે. સંઘે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. 1942માં અંગ્રેજો સામે સ્વયંસેવકોએ અત્યાચાર સહ્યો છે.
राष्ट्रीय स्वयंसेवक संघ की 100 वर्षों की गौरवशाली यात्रा त्याग, निःस्वार्थ सेवा, राष्ट्र निर्माण और अनुशासन की अद्भुत मिसाल है। RSS के शताब्दी समारोह का हिस्सा बनकर अत्यंत गौरवान्वित अनुभव कर रहा हूं।
https://t.co/S4gxc0X3IE— Narendra Modi (@narendramodi) October 1, 2025
મુદ્રા પર પહેલીવાર ભારત માતાની તસ્વીર છે. બીજા દેશો પર આર્થિક નિર્ભરતા એકતા તોડવાનું ષડયંત્ર છે. ડેમોગ્રાફિક બદલાવના ષડયંત્ર સામે લડીએ છીએ. 100 વર્ષની ગૌરવમયી યાત્રાનો મહાન અવસર છે. સંઘમાં સામાન્ય લોકો અસાધારણ પરાક્રમ કરે છે. PM મોદીએ કહ્યું સંઘ શાખાનું મેદાન પ્રેરણાનું સ્થળ છે. શાખાઓમાં શારીરિક, માનસિક વિકાસ થાય છે. સંઘની ધારામાં સેંકડો જીવન પુષ્પિત, પલ્લવિત થયા છે.
PMએ કહ્યું, અન્યાય પર ન્યાયની જીત, અંધકાર પર પ્રકાશની જીત
PMએ કહ્યું, "અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે. આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસની એક કાલજયી ઘોષણા છે. 100 વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે RSSની સ્થાપના કોઈ સંયોગ નહોતો." આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પોતાને પ્રગટ કરે છે. સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી અવતાર છે. આ પ્રસંગે દત્તાત્રેય હોસાબલેએ કહ્યું,, "તમે દેશમાં જ્યાં પણ જાઓ છો, ત્યાં તમને RSS સ્વયંસેવકો મળશે. તમને તેઓ ટ્રેનોમાં મળશે. મારા જેવા હજારો કાર્યકરો છે.
સમાજ RSS કાર્યકરોના કાર્યને જોઈને RSSને ઓળખે છે
સમાજ RSS કાર્યકરોના કાર્યને જોઈને RSSને ઓળખે છે. સમાજ RSS સ્વયંસેવકોના કાર્યને જુએ છે." RSS દશેરાથી તેના શતાબ્દી વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ, 2 ઓક્ટોબર, 2025 થી 20 ઓક્ટોબર, 2026 સુધી દેશભરમાં સાત મુખ્ય કાર્યક્રમો યોજાશે. વધુમાં, RSS વડા મોહન ભાગવત યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપિયન દેશોમાં કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. મોદી પોતે RSS પ્રચારક હતા અને ભાજપમાં જોડાતા પહેલા તેમણે પોતાને એક કુશળ સંગઠક તરીકે સ્થાપિત કર્યા હતા. ભાજપ RSSમાંથી તેની વૈચારિક પ્રેરણા લે છે.
આ પણ વાંચો: નહીં ઘટે તમારા લોનની EMI, RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો


