ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Global Summit 2024 : ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે

Global Summit 2024 : ગુજરાત (GUJARAT)માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)માં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો છે. ગ્લોબલ સમિટ (Global Summit 2024)માં ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અબજોપતિઓએ તેમાં ભાગ લીધો હતો અને...
02:36 PM Jan 10, 2024 IST | Vipul Pandya
Global Summit 2024 : ગુજરાત (GUJARAT)માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)માં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો છે. ગ્લોબલ સમિટ (Global Summit 2024)માં ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અબજોપતિઓએ તેમાં ભાગ લીધો હતો અને...
pm modi

Global Summit 2024 : ગુજરાત (GUJARAT)માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)માં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો છે. ગ્લોબલ સમિટ (Global Summit 2024)માં ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અબજોપતિઓએ તેમાં ભાગ લીધો હતો અને રોકાણની જાહેરાત કરી હતી. આ ગ્લોબલ સમિટ (Global Summit 2024)ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ રોકાણકારોને અપીલ કરતા કહ્યું કે ભારતના દરેક ખૂણે તમારા માટે તકો છે. આ સાથે તેમણે અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, 'ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે અને આ 'મોદી'ની ગેરંટી છે.

PMએ UAEની પ્રશંસા કરી

વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ફૂડ પાર્ક પર ભારત અને UAE સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ સિવાય કેટલાક અબજ ડૉલરના નવા રોકાણ કરારો પર પણ સહમતિ થઈ છે. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત થયા છે અને બંને દેશોએ જે રીતે પોતાના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા છે તેનો મુખ્ય શ્રેય શેખ મોહમ્મદ બિન ઝાયેદને જાય છે.

ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા ભારતીય અર્થવ્યવસ્થા 11મા સ્થાને હતી, પરંતુ હવે તે 5મા સ્થાને પહોંચી ગઈ છે. વિશ્વની રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યવાણી કરી છે કે તે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદીએ કહ્યું કે આવું થશે અને આ મોદીની ગેરંટી છે.

ભારતનું ધ્યાન આ ક્ષેત્રો પર છે

ગેટવે ટુ ફ્યુચરની થીમ પર આયોજિત વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2024ને સંબોધતા પીએ મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે. અમારું ધ્યાન ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી, ગ્રીન હાઇડ્રોજન, સેમી-કન્ડક્ટર જેવા મહત્વના ક્ષેત્રો પર છે. વૈશ્વિક સંજોગો ગમે તે હોય, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે માળખાકીય સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેણે ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે દેશમાં રોકાણની નવી તકો પણ સતત સર્જાઈ રહી છે.

છેલ્લા 10 વર્ષમાં શું બદલાયું છે?

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના સપના અને ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ તેમના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા મોટા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો. વડા પ્રધાને કહ્યું કે અમે ભારતની બેંકિંગ સિસ્ટમને મજબૂત કરવા માટે કામ કર્યું છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન તરફ મોટા પગલાં લીધાં છે. ભારતનું મૂડીરોકાણ 5 ગણું વધ્યું છે. આજે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયા છીએ. દેશમાં સ્ટાર્ટઅપ 10 વર્ષ પહેલા 100 થી વધીને 1.15 લાખ થઈ ગયા છે.

13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન 13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મધ્યમ વર્ગની સરેરાશ આવક સતત વધી રહી છે. આ સિવાય દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક 10 વર્ષમાં બે ગણું અને મેટ્રો ટ્રેનનું નેટવર્ક ત્રણ ગણું વધ્યું છે.

પીએમ મોદીએ કહ્યું- તમારું સપનું, મારો સંકલ્પ

છેલ્લા 10 વર્ષના વિકાસના આંકડા રજૂ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આ તમામ આંકડા ભારતના ભવિષ્ય માટે સારા સંકેત છે. તેમના સંબોધનના અંતે, તેમણે વિશ્વભરના રોકાણકારોને ભારતની વિકાસ યાત્રામાં જોડાવા અને અમારી સાથે આવવાનું આહ્વાન કર્યું. ભારતના દરેક ખૂણે રોકાણકારો માટે નવી શક્યતાઓ છે, તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા, પરંતુ યુવા સર્જકો અને ઉપભોક્તાઓની નવી પેઢીને પણ ઉછેરી રહ્યા છો. તે તમારા વ્યવસાયમાં તેજી લાવી શકે છે જેની તમે કલ્પના પણ કરી ન હોય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારા સપના મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે, મારો સંકલ્પ એટલો જ મોટો હશે.

આ પણ વાંચો---VIBRANT SUMMIT : વિશ્વ પણ કહે છે કે, મોદીજી છે તો મુમકિન છે : અંબાણી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Global Summit 2024GujaratGujarat Firstpm modiPrime Minister Narendra ModiVibrant Gujarat Global Summit-2024vibrant gujarat invester summit
Next Article