Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI : મહાકાલ મંદિરમાં બનેલી ઘટના અત્યંત પીડાદાયક

PM MODI : ઉજ્જૈન ( Ujjain) મહાકાલ મંદિર ( Mahakal temple) માં ભસ્મ આરતી વખતે લાગેલી આગની ઘટનાને વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અત્યંત પીડાદાયક ગણાવી છે. તેમણે કહ્યું કે હું ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજ્ય...
pm modi   મહાકાલ મંદિરમાં બનેલી ઘટના અત્યંત પીડાદાયક
Advertisement

PM MODI : ઉજ્જૈન ( Ujjain) મહાકાલ મંદિર ( Mahakal temple) માં ભસ્મ આરતી વખતે લાગેલી આગની ઘટનાને વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અત્યંત પીડાદાયક ગણાવી છે. તેમણે કહ્યું કે હું ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે જરૂરી પગલાં લઈશું

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે સમગ્ર ઘટના અંગે કહ્યું કે, ભગવાનની કૃપાથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. એક રીતે આ એક ખતરાની ઘંટડી છે, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. હું ઉજ્જૈન અને ઈન્દોર બંને જગ્યાએ ઘાયલ લોકોને મળ્યો છું. મેં તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવશે અને અમે વહીવટીતંત્રને કહ્યું છે કે તેઓ દરેકને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપીને મદદ કરે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે જરૂરી પગલાં લઈશું.

Advertisement

Advertisement

બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર આ ઘટના વિશે પોસ્ટ કરીને કહ્યું, 'મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી છે અને ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.

ભસ્મ આરતી દરમિયાન હોળી રમતી વખતે આગ લાગી

ઉલ્લેખનિય છે તે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન હોળી રમતી વખતે આગ લાગી હતી જેમાં 13થી વધુ લોકો દાઝી ગયા હતા. મંદિરમાં ગુલાલ ઉડાડવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે. તમામ દાઝેલા લોકોને ઇન્દોર અને ઉજ્જૈનની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આગમાં મંદિરના મુખ્ય પૂજારી સહિત 13 લોકો દાઝ્યા હતા. જીલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો---- ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

આ પણ વાંચો---- Mobile Blast :ચાર્જિંગ પર લાગેલો મોબાઈલ થયો બ્લાસ્ટ,4 બાળકોના મોત

આ પણ વાંચો---- Chemical Factory Fire : જયપુરની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, 6 લોકો થયા ભડથું

Tags :
Advertisement

.

×