Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Breaking : સંદેશખાલીની મહિલાઓની વ્યથા જાણવા જશે PM MODI

Breaking : પશ્ચિમ બંગાળ (West Bengal) ના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો દિવસે ને દિવસે ગરમી પકડી રહ્યો છે. આ મામલે રાજ્યની મમતા સરકાર વિપક્ષી હુમલાઓ સામે ઘેરાઇ ગયેલી જોવા મળે છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે...
breaking   સંદેશખાલીની મહિલાઓની વ્યથા જાણવા જશે pm modi
Advertisement

Breaking : પશ્ચિમ બંગાળ (West Bengal) ના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો દિવસે ને દિવસે ગરમી પકડી રહ્યો છે. આ મામલે રાજ્યની મમતા સરકાર વિપક્ષી હુમલાઓ સામે ઘેરાઇ ગયેલી જોવા મળે છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે આગામી 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સંદેશખાલીની પીડિત મહિલાઓને મળવા જશે. વડાપ્રધાન મોદીના પશ્ચિમ બંગાળના પ્રવાસથી ફરી એક વાર રાજકારણ ગરમાયું છે.

જમીન પચાવી પાડવાના અને યૌન ઉત્પીડન કરવાનો આરોપ

પશ્ચમ બંગાળના સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમુલ કોંગ્રેસના કદાવર નેતા શહાજહા શેખ અને તેમના સમર્થકો સામે જમીન પચાવી પાડવાના અને યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો બહાર આવ્યા બાદ ભાજપ, કોંગ્રેસ અને લેફ્ટના તમામ નેતાઓ ઘટનાસ્થળે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમને બંગાળના વહિવટીતંત્ર દ્વારા ત્યાં જવા દેવામાં આવ્યા ન હતા. જો કે ત્યારબાદ હાઇકોર્ટની મંજૂરી પછી વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો સંદેશખાલી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી.

Advertisement

Advertisement

નરેન્દ્ર મોદી આગામી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગના જિલ્લાના બારાસાતમાં મહિલાઓની એક રેલીને સંબોધિત કરશે

ભાજપ પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજૂમદારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગના જિલ્લાના બારાસાતમાં મહિલાઓની એક રેલીને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે અમને આજે જાણવા મળ્યું છે કે વડાપ્રધાન 6 માર્ચે રાજ્યની મુલાકાતે આવશે અને બારાસાતમાં મહિલાઓની રેલીને સંબોધિત કરશે. શું વડાપ્રધાન ઉત્તર 24 પરગના જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં જશે કે કેમ તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે જો સંદેશખાલીની મહિલાઓ અને માતાઓ વડાપ્રધાન મોદીને મળવા ઇચ્છતી હશે તો અમે ચોક્કસ તે માટેની વ્યવસ્થા કરીશું.

દોષિતોની સામે કડક કાર્યવાહી કરાશે

બીજી તરફ પશ્ચમ બંગાળના પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારે કહ્યું કે પોલીસ સંદેશખાલીમાં દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષિતોની સામે કડક કાર્યવાહી કરાશે. તેઓ બુધવારે સંદેશખાલી ગયા હતા અને જિલ્લાના અશાંત વિસ્તારોની સ્થિતી જાણ્યા બાદ ત્યાં જ રોકાયા હતા અને તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. કુમારે આજે ધમાખાલીમાં પત્રકારોને કહ્યું કે અમે દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળીશું.

આ પણ વાંચો-----PM MODI એ ઇશારામાં ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા માટે આ ફોર્મ્યુલા આપ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×