Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Priyanka Gandhi એ અચાનક જેપી નડ્ડા સાથે કરી મુલાકાત,બંને વચ્ચે જાણો શું થઇ વાતચીત!

Priyanka Gandhi ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળ્યા હતા
priyanka gandhi એ અચાનક જેપી નડ્ડા સાથે  કરી મુલાકાત બંને વચ્ચે જાણો શું થઇ વાતચીત
Advertisement

  • Priyanka Gandhi એ જેપી નડ્ડા સાથે કરી મુલાકાત
  • પ્રિયંકા ગાંધીએ આ મુલાકાતની માહિતી X પર આપી
  • પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડા સાથે આરોગ્ય મુદ્દાને લઇને કરી ચર્ચા

સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થઈ ગયું છે. આ સત્રમાં, વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો, અનેક મુદ્દા પર સરકારને ઘેરી હતી, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર વારંવાર ખોરવાઈ હતી. સત્ર દરમિયાન, શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક યુદ્વ જોવા મળ્યું. હવે તમામ રાજકીય પાર્ટીઓએ 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, આ બધા રાજકીય એજન્ડા વચ્ચે પ્રિયંકા ગાંધી ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાને મળ્યા હતા.નડ્ડા સાથે ખાસ મુલાકાત કરી હતી.

Priyanka Gandhi એ જેપી નડ્ડા સાથે કરી મુલાકાત

Advertisement

નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત અંગેની માહિતી પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયા X પર આપી હતી. તેઓ જેપી નડ્ડાને મળ્યા હતા અને તેમને વાયનાડમાં કેટલાક આરોગ્ય પ્રોજેક્ટ્સ ઝડપથી થાય તે માટે વિનંતી કરી હતી. . પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડાને માનન્થવાડીમાં મેડિકલ કોલેજના અભાવે સ્થાનિક લોકોને પડી રહેલી ગંભીર સમસ્યાઓથી પણ વાકેફ કર્યા હતા, જે હજુ સુધી શરૂ થઈ નથી.

Advertisement

Priyanka Gandhiએ જેપી નડ્ડા સાથે વિસ્તૃત ચર્ચા કરી 

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ વાયનાડની આદિવાસી વસ્તીની આરોગ્ય સંભાળ મામલે ખાસ રજૂઆત કરી હતી, આ ઉપરાંત NHM ભંડોળ અને વિસ્તારમાં પ્રાણીઓના હુમલાના કિસ્સાઓમાં ખાસ ટ્રોમા સેન્ટરની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત અંગે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાત દરમિયાન, તેમણે કેરળ માટે એઇમ્સની લાંબા સમયથી ચાલી આવતી માંગણીનો પણ પુનરોચ્ચાર કર્યો. છે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જેપી નડ્ડાએ તેમની બધી માંગણીઓ સાંભળી અને વિસ્તૃત ચર્ચા કરી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે આ મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે.

આ પણ વાંચો:   S Jaishankar : ભારત નહીં,ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે',મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ

Tags :
Advertisement

.

×