Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Project rebirth: હવે વિમાન ક્રેશની દુર્ઘટના ટળશે? એન્જિનિયરો વિકસતિ કરી ખાસ ટેકનોલોજી, 2 સેકન્ડમાં જીવ બચાવશે!

બે યુવા એન્જિનિયરોએ એક નવીનતમ Project rebirth ટેકનોલોજી વિકસાવી છે, જે ભવિષ્યમાં વિમાન દુર્ઘટનાઓ અટકાવવા અને મુસાફરોના જીવ બચાવવાનું કામ કરશે
project rebirth   હવે વિમાન ક્રેશની દુર્ઘટના ટળશે  એન્જિનિયરો વિકસતિ કરી ખાસ ટેકનોલોજી  2 સેકન્ડમાં જીવ બચાવશે
Advertisement
  • બે યુવા એન્જિનિયરોએ એક નવીનતમ Project rebirth ટેકનોલોજી વિકસાવી છે
  • આ નવી ટેકનોલોજી પ્લેન ક્રેશ થતા અટકાવવામાં કરશે ખાસ મદદ
  • વિમાનની સફર કરી રહેલા મુસાફરોને આ ટેકનોલોજીથી મળશે રાહત 

અમદાવાદમાં થોડા સમય પહેલાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશ સહિત વિશ્વને હચમચાવી નાંખ્યો હતો. આ ઘટનામાં ઘણા મુસાફરોનાં મોત થયા હતા.આવી ઘટના ફરી ન થાય માટે હવે બે યુવા એન્જિનિયરોએ એક નવીનતમ પ્રોજેક્ટ રિબર્થ ટેકનોલોજી વિકસાવી છે. જે ભવિષ્યમાં વિમાન દુર્ઘટનાઓ અટકાવવા અને મુસાફરોના જીવ બચાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બે યુવા એન્જિનિયરોએ એક નવીનતમ Project rebirth ટેકનોલોજી વિકસાવી

નોંધનીય છે કે દુબઈ સ્થિત BITS પિલાનીના બે એન્જિનિયરો આશીલ વસીમ અને ધરસન શ્રીનિવાસને ટેકનોલોજી વિકસાવી છે એનું નામ ‘પ્રોજેક્ટ રિબર્થ’ છે. આ એક એવીએશન ક્રેશ સર્વાઇવલ સિસ્ટમ છે, જે વિમાનમાં અચાનક થનારી ઇમરજન્સીને ઓળખીને મુસાફરોને સુરક્ષા કવચ પ્રદાન કરશે.

Advertisement

Project rebirth ટેકનોલોજીની ખાસિયત

'પ્રોજેક્ટ રિબર્થ' સિસ્ટમ વિમાનની ઊંચાઈ, ગતિ, દિશા, આગ જેવી પરિસ્થિતિઓ અને પાઇલટના પ્રતિભાવ પર સતત નજર રાખે છે. આ સિસ્ટમમાં એઆઇ (AI) આધારિત અલ્ગોરિધમ છે. જે આ ડેટાના આધારે ભવિષ્યમાં શક્ય દુર્ઘટનાનું પૂર્વાનુમાન કરે છે.જો સિસ્ટમને લાગે કે વિમાન 3,000 ફૂટથી ઓછી ઊંચાઈએ છે અને અકસ્માત ટાળવો મુશ્કેલ છે, તો તે આપમેળે સક્રિય થઇ જાય છે. માત્ર બે સેકંડની અંદર, વિમાનના આગળ, મધ્ય અને પાછળના ભાગમાંથી વિશાળ એરબેગ્સ બહાર આવે છે. જે વિમાનના મુખ્ય ભાગને સુરક્ષિત રાખે છે અને અથડામણની અસર ઘટાડે છે.આ એરબેગ્સ ખાસ પ્રકારના મજબૂત, સ્તરવાળા કાપડથી બનાવવામાં આવ્યા છે, જે એટલી બલવાન છે કે વિમાન ક્રેશ થવા છતાં તે તેમાં બેઠેલા મુસાફરો માટે જીવનરક્ષક સાબિત થાય છે. આ તંત્ર પરંપરાગત એરલાઇન સલામતી પગલાં કરતાં ઘણું આગળનું છે.

Advertisement

Project rebirth ટેકનોલોજી જેમ્સ ડાયસન એવોર્ડ માટે સામેલ થઇ

પ્રોજેક્ટ રિબર્થને પ્રતિષ્ઠિત ‘જેમ્સ ડાયસન એવોર્ડ’ માટે અંતિમ યાદીમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડનું પરિણામ 5 નવેમ્બરે જાહેર થવાનું છે અને દુનિયાભરના નવીનતમ ડિઝાઇન અને ટેકનોલોજી પહેલ માટે આ એવોર્ડ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.

આ પણ વાંચો:   Pakistan Army પર ભીષણ આતંકી હુમલો, 12 સૈનિકોના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×