કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ નાયબ વડાપ્રધાન Bishnu Prasad Paudel ને દોડાવી દોડાવીને માર્યા,જુઓ વીડિયો
- કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ નાયબ વડાપ્રધાન Bishnu Prasad Paudel ને દોડાવી દોડાવીને માર્યા
- નેપાળના નાયબ વડાપ્રધાનને મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
- નેપાળમાં Gen-Z નો હિંસક વિરોધ પ્રદર્શન યથાવાત જોવા મળી રહ્યું છે
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ મામલે Gen-Z ના વિરોધ પ્રદર્શનો સામે સરકારે આખરે ઝૂકવું પડ્યું છે. પણ પ્રદર્શન વધુ હિંસક બની ગયું છે.નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસા વચ્ચે મંત્રીઓ પર સતત હુમલાઓના અહેવાલો સામે આવી રહ્યા છે. કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ નેપાળના નાણામંત્રી તથા નાયબ વડાપ્રધાન બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો કર્યો છે. નાયબ વડાપ્રધાનને દોડાવી દોડાવીને પ્રદર્શનકારીઓને માર્યા છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. નેપાળથી પ્રાપ્ત થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે પ્રદર્શનકારીઓએ કાઠમંડુની એક ગલીમાં પૌડેલને ઘેરી લીધા હતા. ત્યારબાદ તેમનો પીછો કરીને એક પ્રદર્શનકારીએ તેમને લાતો મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. પછી પ્રદર્શનકારીઓએ તેમને પકડીને ખેંચવાનું શરૂ કર્યું.
🚨🚨Nepal Gen-Z Protest : Deputy PM Bishnu Prasad was chased and beaten by protesters, video of minister being beaten up came from Kathmandu#Nepal #Nepalprotest #NepalGenZProtest #NepalNews #NepalBansSocialMedia pic.twitter.com/MOkOtPbOGF
— Hardik Shah (@Hardik04Shah) September 9, 2025
નાયબ વડાપ્રધાન Bishnu Prasad Paudel પ્રભાવશાળી નેતા
નોંધનીય છે કે બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળના રાજકારણમાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તેમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે આર્થિક સુધારાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 18 વર્ષની ઉંમરે શિક્ષણ છોડીને તેઓ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) (CPN-UML)માં જોડાયા હતા. તેઓ અનેક વખત નાણામંત્રી તેમજ સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે અને CPN-UMLના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.આ દરમિયાન, નેપાળથી સમાચાર અનુસાર, વડા પ્રધાન શ્રી કેપી શર્મા ઓલીએ આર્મી ચીફ અશોક સિંઘલ સાથે ચર્ચા કર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આર્મી ચીફે ઓલીને રાજીનામું આપવા જણાવ્યું હતું, જેના પછી તેમણે પદ છોડવું પડ્યું.
Gen-Zના પ્રદર્શનકારીઓએ Bishnu Prasad Paudel ને માર્યા
ઉલ્લેખનીય છે કે આ ઘટનાઓ વચ્ચે, વિરોધીઓએ નેપાળના સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા અને ત્યાં ભારે તોડફોડ તેમજ આગચંપી કરી. સંસદ ભવનમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા છે. આ ઉપરાંત, વિરોધીઓએ અનેક મંત્રીઓના નિવાસસ્થાનો પર પણ આગ લગાવી છે, અને સિંહ દરબાર પર તેમનો કબજો થયો છે.
નેપાળમાં, સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે Gen-Z ના વિરોધ પ્રદર્શનો સામે સરકારે ઝૂકવું પડ્યું. પહેલા ગૃહમંત્રી, કૃષિમંત્રી અને આરોગ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને હવે પીએમ કેપી શર્મા ઓલીએ પણ રાજીનામું આપી દીધું છે. ઓલીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ બેઠક પહેલા જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી.
આ પણ વાંચો: Nepal ના PM કેપી શર્મા ઓલી દેશ છોડીને ભાગ્યા!


