જન આક્રોશ સભા : બિહારની મહિલાઓને દસ હજાર રૂપિયા તો ગુજરાતની મહિલાઓને કેમ નહીં?
જન આક્રોશ સભા : બનાસકાંઠાના કાંકરેજમાં આજે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે જન આક્રોશ સભા યોજાઈ.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા. ત્રણેય નેતાઓએ ભાજપ પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યેના અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા હતા.
કાંકરેજમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભા માં ભાજપ સરકાર વિરુદ્ધ રાજકીય શક્તિ પ્રદર્શન સમાન બની હોવાનું જોવા મળ્યું હતું. આ જન આક્રોશ સભા વોટ ચોરીના આક્ષેપો સાથે ખેડૂતોના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર સુધી પહોંચી હતી. કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ અલગ અલગ મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેને કહ્યું અંગ્રેજોની માપણી સીટ સાચી હતી, પણ આજની સરકાર અંગ્રેજો કરતા પણ ગઇ ગુજારી છે. રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા આપ્યા છે, મતદાર યાદીમાં એક વ્યક્તિનું નામ બે જગ્યાએ ચાલતું હોય એના પુરાવા છે છતાં કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર નહીં મળે તો કોંગ્રેસ ખેડૂતો વતી લડશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આખા ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જન આક્રોશ સભા યોજવામાં આવશે.
અમિત ચાવડાએ બીજેપી ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, આપણા પૈસાથી તિજોરી ભરાય છે અને એ પૈસા ભાજપના ચોરોને બચાવવા વપરાય છે. જોકે વિધાનસભા વાઈઝ દરેક બુથ પર જઈ અને ભાજપના ચોરોને કોંગ્રેસનો કાર્યકર દરેક બુથ પરથી શોધી કાઢશે.
વાવ થરાદ જિલ્લાના સીમાંકન વખતે પણ ચોરી ન થાય એ માટે સતર્ક રહેવાનું રહેશે. વિધાનસભાના વિપક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, જો ભાજપ વાળા ચૂંટણીમાં આવે તો મહિલાઓએ પહેલા એની પાસે દસ હજાર માગવા જોઈએ, પછી મત આપવો.
બિહારમાં મહિલા મતદારોને પૈસા આપ્યા છે તો ગુજરાતમાં કેમ નહીં
ભાજપ સામેની આ જન આક્રોશ સભાએ જનતાના ગુસ્સાનો અવાજ છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારના પ્રશ્નો અને વોટ ચોરીને લઈને કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.


