Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PUNJAB : 4 લાખ ફોલોઅર્સ ધરાવતી ફીમેલ ઈન્ફ્લુએન્સરનો મૃતદેહ મળતા ચકચાર

PUNJAB : ભટિંડાના આદેશ મેડિકલ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો
punjab   4 લાખ ફોલોઅર્સ ધરાવતી ફીમેલ ઈન્ફ્લુએન્સરનો મૃતદેહ મળતા ચકચાર
Advertisement
  • વિવાદીત વેણ માટે જાણીતી હતી કંચન તિવારી
  • કારમાંથી મૃતદેહ મળતા પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરી
  • શરૂઆતની તપાસમાં આ કેસ હત્યાનો હોવાનું સામે આવી રહ્યું છે

PUNJAB : પંજાબના ભટિંડા (PUNJAB BHATINDA) થી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આદેશ મેડિકલ યુનિવર્સિટીના પાર્કિંગમાં એક કારમાંથી એક ફીમેલ ઈન્ફ્લુએન્સરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક કંચન (KANCHAN TIWARI) લુધિયાણાની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનો (SOCIAL MEDIA CONTROVERSY) અને પ્રવૃત્તિઓને કારણે ચર્ચા રહે છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની દિશામાં વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કાર ઘણા સમયથી યુનિવર્સિટીના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી

મળતી માહિતી મુજબ, ભટિંડાના આદેશ મેડિકલ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ કાર ઘણા સમયથી યુનિવર્સિટીના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી અને તે અંગેની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદર છોકરીનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો.

Advertisement

કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી

પોલીસે જણાવ્યું છે કે, મૃતકની ઓળખ કંચન ઉર્ફે કમલ તરીકે થઈ છે, જે લક્ષ્મણ નગર, લુધિયાણાની રહેવાસી છે. મૃતદેહ સાથે મળેલી કાર પણ મૃતક કંચનના નામે જ નોંધાયેલી છે. પ્રાથમિક તપાસમાં કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી, જેના કારણે આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો તે સ્પષ્ટ થતું નથી.

Advertisement

પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે

સૂત્રોનું માનવું છે કે, કંચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી. તેમના લાખો ફોલોઅર્સ હતા. તે ઘણા વિવાદોમાં પણ ઘેરાયેલી હતી. તેમની ઘણી પોસ્ટ અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા, જેના કારણે તેમને ઘણા લોકો સાથે મતભેદો થયા હતા. પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ દુશ્મનાવટને કારણે બની છે કે સાયબર વિવાદને કારણે. હાલમાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના કારણ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને વીડિયો બનાવતી

ભટિંડાના પોલીસ અધિક્ષક નરિન્દર સિંહે જણાવ્યું હતું કે, બુધવારે સાંજે ભૂચો મંડીમાં આદેશ હોસ્પિટલના પાર્કિંગમાં એક કારમાંથી લુધિયાણાની રહેવાસી કમલ કૌર ઉર્ફે કંચન કુમારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કમલ કૌર એક ફીમેલ ઈન્ફ્લુએન્સર હતી. તે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને વીડિયો બનાવવા માટે જાણીતી હતી. એસપીએ જણાવ્યું કે, કમલનું સાચું નામ કંચન તિવારી છે. આ કેસની તપાસ વિવિધ દ્રષ્ટિકોણથી કરવામાં આવી રહી છે.

શરૂઆતની તપાસમાં હત્યાની આશંકા

એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, કમલ કૌર 9 જૂને એક કાર્યક્રમના માટે ઘરેથી નીકળી હતી, ત્યારબાદ તેનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતની તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે મૃતદેહને જોતાં એવું લાગે છે કે તેને બીજે ક્યાંકથી લાવવામાં આવ્યો હતો, અને કારમાં મૂકીને પાર્કિંગમાં છોડી દેવામાં આવ્યો હતો. પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. કારનો નંબર નકલી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો --- ફરી થયો રાજા રઘુવંશી જેવો કાંડ! લગ્નના 15 દિવસ બાદ પત્નીએ જ પતિનું કાસળ કાઢ્યું

Tags :
Advertisement

.

×