Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VIRAL : છગ્ગો ફટકાર્યા બાદ ક્રિકેટની પીચ પર ખેલાડી હાર્ટ એટેકથી 'આઉટ'

VIRAL : હરજીતે છગ્ગો ફટકાર્યો અને પછી અચાનક પીચ પર બેસી ગયો હતો, બાદમાં નજીક આવ્યો હતો. કંઇ સમજે તે પહેલા જ પીચ ઢળી પડ્યો
viral   છગ્ગો ફટકાર્યા બાદ ક્રિકેટની પીચ પર ખેલાડી હાર્ટ એટેકથી  આઉટ
Advertisement
  • હાર્ટ એટેકથી મૃત્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
  • પંજાબમાં ક્રિકેટરે છગ્ગો ફટકાર્યા બાદ એટેકથી તેનું મોત
  • મિત્રોએ બચાવવા સીપીઆર આપ્યું પરંતુ દમ તોડી દીધો

VIRAL : હરતા ફરતા લોકોને અચાનક હાર્ટ એટેક (HEART ATTACK) આવવાની ઘટનાઓએ દુનિયાભરમાં ભયનો માહોલ પેદા કર્યો છે. બે દિવસ પહેલા અભિનેત્રી શેફાલી જરીવાલાના (SHEFALI JARIWALA) હૃદયરોગના હુમલાથી મૃત્યુ બાદ તેના કરોડો ચાહકો સદમામાં આવી ગયા હતા. ત્યાર બાદ હવે પંજાબના ફિરોઝપુરથી (FIROZPUR - PUNJAB) પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ક્રિકેટ મેચ દરમિયાન પીચ પર બેટ્સમેનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. મૃતકની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તે વ્યવસાયે સુથારીકામ કરતો હતો અને એક પુત્રનો પિતા હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થઈ રહ્યો છે. અને હાર્ટ એટેકનો ડર વધુ એક વખત લોકોના મનમાં મજબુત બન્યો છે.

અડધી સદીની નજીક જ હતો

ફિરોઝપુર જિલ્લાના ગુરુ હર સહાયમાં ડીએવી સ્કૂલના મેદાનમાં સવારની ક્રિકેટ મેચમાં હરજીત સિંહ બેટિંગ કરી રહ્યો હતો. મેચમાં 49 રન પર રમી રહેલા હરજીતે છગ્ગો ફટકાર્યો અને પછી અચાનક પીચ પર બેસી ગયો હતો, ત્યાર બાદ તેનો સાથી તેના નજીક આવ્યો હતો. તે કંઇ સમજે તે પહેલા જ પીચ પર તે મોઢું વાળીને પડ્યો હતો. આ બાદ સાથી ખેલાડીઓએ તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઇ ગયો હતો. નજીકમાં હાજર ખેલાડીઓએ તરત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે, હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Advertisement

મિત્રો ચોંકી ગયા, કહ્યું કે તે ખૂબ જ ફિટ હતો

આ ઘટનાથી શહેરમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરજીત સિંહ તેમની જીવનશૈલી અને ક્રિકેટ પ્રત્યેના જુસ્સા માટે મિત્રવર્તુળમાં જાણીતા હતા. હરજીત સિંહના મિત્રોએ જણાવ્યું કે, તે ખૂબ જ સ્વસ્થ હતો અને ક્રિકેટનો શોખીન હતો. આ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે તે આ રીતે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો તે ખૂબ જ દુઃખદ છે.

Advertisement

આ પણ વાંચો ---- Shefali Jariwala Passes away : 'કાંટા લગા ગર્લ' ને વર્ષોથી એક બીમારીએ પરેશાન કરી હતી, ઇન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો

Tags :
Advertisement

.

×