PUNJAB : હોશિયારપૂરના દસૂહામાં બસ અક્સમાત, 10 ના મોત
- પંજાબમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી
- બસ-કાર વચ્ચે ટક્કર બાદ બસ પલટી
- 20 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી
PUNJAB : પંજાબ (PUNJAB) ના હોશિયારપૂરના દસૂહા (DASYHA) માં આજે સવારે બસ અકસ્માતની (BUS ACCIDENT) ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કાર સાથે ટક્કરની ઘટના બાદ બસ રસ્તા વચ્ચે પલટી ગઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. અને હાલ બચાવકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત અનેકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સનસનીખેજ અકસ્માત મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ધડાકાભેર બસ પલટી જતા આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવ્યા
આજે પંજાબના હોશિયારપૂરના દસૂહામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે મુસાફરો ભરેલી બસ દસૂહા પાસેથી પસાર થઇ રહી હતી. દરમિયાન કાર જોડે બસની ટક્કર થતા તે બેકાબુ બની હતી. અને થોડેક આગળ જતા રોડની વચ્ચોવચ બસપલટી ગઇ હતી. આ ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ધડાકાભેર બસ પલટી જતા આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવ્યા હતા. સાથે જ આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડીને આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં 20 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. જે તમામને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઝીણી વિગતો મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી
ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની ઘટના અંગે ઝીણી વિગતો મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો ---- ભારે વરસાદે શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓ વધારી, રોકવામાં આવી કેદારનાથ યાત્રા


