પંજાબના AAPના MLAએ Manjinder Singh Lalpura ને ઉસ્માન કેસમાં 4 વર્ષની જેલની સજા
- પંજાબ AAPના MLAએ Manjinder Singh Lalpura ને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી
- કોર્ટે ઉસ્માન કેસમાં આમ આદમી પાર્ટીના MLA અને અન્ય દોષિત આરોપીને થઇ સજા
- મનજિંદર સિંહ લાલપુરા, જે 2022માં ખાદૂર સાહિબ મતવિસ્તારમાંથી AAPમાંથી ચૂંટાયા હતા
10 સપ્ટેમ્બર, 2025ના રોજ એડિશનલ સેશન્સ જજ તરનતારન પ્રેમ કુમારની કોર્ટે ઉસ્માન કેસના મુખ્ય આરોપી અને ખાદૂર સાહિબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરા સહિત અન્ય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો હતો. હવે, અંતિમ સુનાવણી બાદ કોર્ટે મનજિંદર સિંહ લાલપુરાને 4 વર્ષની જેલની સજા ફટકારી છે.મનજિંદર સિંહ લાલપુરા, જે 2022માં ખાદૂર સાહિબ મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેઓ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામેલ હતા. 3 માર્ચ, 2013ના રોજ ઉસ્માન ગામની રહેવાસી હરબિંદર કૌર ઉસ્માન સાથે લગ્ન સમારોહમાં ટેક્સી ડ્રાઇવરો દ્વારા છેડતી અને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લાલપુરાનો સમાવેશ થાય છે.
AAPના MLAએ Manjinder Singh Lalpura ને કોર્ટે ચાર વર્ષની સજા
નોંધનીય છે કે આ કેસની વિગત આ પ્રમાણે છે. અનુસૂચિત જાતિના પરિવારની યુવતી હરબિંદર કૌર ઉસ્માનની છેડતી અને હુમલાની ઘટના 3 માર્ચ, 2013ના રોજ બની હતી, જ્યારે ઉસ્માન ગામની રહેવાસી હરબિંદર કૌર ઉસ્માન તેના પિતા કાશ્મીર સિંહ અને પરિવારના અન્ય સભ્યો સાથે પંજાબ ઇન્ટરનેશનલ પેલેસ ખાતે લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર ટેક્સી ડ્રાઇવરોએ હરબિંદર કૌર સાથે છેડતી કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે ટેક્સી ડ્રાઇવરોએ તેને માર માર્યો હતો. આ ઘટના દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસે પણ પીડિત પરિવારને રસ્તાની વચ્ચે માર માર્યો હતો.
MLA Manjinder Singh Lalpura અને અન્ય દોષિત આરોપીઓને કોર્ટે ફટકારી સજા
ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ વિધાનસભા મતવિસ્તાર પટ્ટીના ઉસ્માન ગામનો આ કેસ રસ્તાથી લઈને સંસદ સુધી ગુંજ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીર નોંધ લેતાં પીડિત પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. 12 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ન્યાય મળ્યો છે, અને મુખ્ય આરોપીને સજા ફટકારવામાં આવી છે.આ ચુકાદો અનુસૂચિત જાતિના પરિવારો માટે ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ચુકાદા બાદ હરબિંદર કૌર ઉસ્માન અને તેમનો પરિવાર ભાવુક થઈ ગયો. તેમણે કોર્ટનો આભાર માનતા કહ્યું, "ભલે ન્યાય મેળવવામાં અમને 12 વર્ષ લાગ્યા, પરંતુ આજે અમે ખૂબ ખુશ છીએ. કોર્ટે અમને ન્યાય આપ્યો છે અને આરોપીઓને તેમના ગુના માટે સજા ફટકારી છે." આ ચુકાદો અનુસૂચિત જાતિના પરિવારો માટે ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે લાંબી કાનૂની લડાઈ બાદ પીડિતોને રાહત આપે છે.
આ પણ વાંચો: દિલ્હી : સરકારે beer પીવાની ઉંમર ઘટાડવા પર વિચારણા, 25થી 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ


