Sabarkantha : બાજરીની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન
- સાબરકાંઠામાં બાજરીની ટેકાના ભાવે ખરીદી
- ખેડૂતોને યોગ્ય ભાવ મળતાં ખુશીનો માહોલ
- ટેકાના ભાવે રુ.585માં ખરીદવામાં આવે છે બાજરી
- સાબરકાંઠાના 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન
સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે ઉનાળુ પાક 14 થી 15 હજાર હેક્ટરમાં બાજરીનુ વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે સારુ ઉત્પાદન મળતા જ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે. ત્યારે ઓપન માર્કેટમાં ખેડુતોને પુરતા ભાવ મળી રહ્યા નથી. ઓપન માર્કેટમાં 400 થી લઈ 500 ઉપરાંતના ભાવ મળી રહ્યા છે. ત્યારે સરકારના ટેકાના ભાવ આ વર્ષે 585 રુપિયા છે. એટલે કે સારા ભાવ મળતા ખેડુતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પણ બાજરી નો પાક છે તે અહિ લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મુકવામાં આવે છે. તંત્ર દ્રારા ૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી રજીસ્ટેશન થયુ હતુ.
આમ તો ખેડુતો સારા એવા ભાવ મળી રહે તે માટે ટેકા ના ભાવે ખરીદી સરકાર કરી રહી છે ત્યારે અન્ય ઓપન માર્કેટ કરતા સરકારના ભાવ સારા મળી રહ્યા છે જેને લઈને ખેડુતો ટેકા ના ભાવે વેચાણ અર્થે વેચી રહ્યા છે સામે ખેડુતો માં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad :બગોદરા-ધોળકા હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોને ગંભીર ઈજા પહોંચી