Ukraine Peace Proposal: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ થઇ શકે છે સમાપ્ત! પુતિને USના કેટલાક શાંતિ પ્રસ્તાવ કર્યા સ્વીકાર!
- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ થઇ શકે છે સમાપ્ત! (Ukraine Peace Proposal)
- રશિયાએ સ્વીકાર્યા USAના શાંતિ પ્રસ્તાવ
- ક્રેમલિને કરી આની મોટી જાહેરાત
Putin accepts some US peace proposals: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્વ (Russia-Ukraine war) સમાપ્ત કરવાના ઉદ્દેશથી, ક્રેમલિને બુધવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રજૂ કરાયેલા કેટલાક શાંતિ પ્રસ્તાવોને સ્વીકાર્યા છે, જ્યારે અન્ય પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે. ક્રેમલિને સ્પષ્ટતા કરી કે રશિયા કરાર પર પહોંચવા માટે જરૂરી હોય તેટલી વખત યુએસ વાટાઘાટકારો સાથે બેઠક કરવા માટે તૈયાર છે. આ નિવેદન દર્શાવે છે કે રાજદ્વારી પ્રયાસો ચાલુ છે, પરંતુ અંતિમ કરાર સુધી પહોંચવામાં હજુ સમય લાગી શકે છે.
Ukraine Peace Proposal: પુતિને અમેરિકાના શાંતિ પ્રસ્તાવ સ્વીકાર્યા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ બુધવારે સવારે મોસ્કોમાં પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ તેમજ જમાઈ જેરેડ કુશનર વચ્ચેની ઉચ્ચ-સ્તરીય વાતચીત પછી પત્રકારોને માહિતી આપી રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ ક્રેમલિનના એક સહાયકે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષના અંત અંગે કોઈ તાત્કાલિક કરાર થયો નથી.
અનેક મુદ્દા હજુપણ વણઉકેલાયેલા
પેસ્કોવે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે પુતિને અમેરિકાના પ્રસ્તાવોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે એમ કહેવું ખોટું હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ બેઠક બંને પક્ષો દ્વારા પ્રથમ વખત રૂબરૂમાં વિચારો અને પ્રસ્તાવોનું આદાનપ્રદાન કરવા માટે યોજવામાં આવી હતી. પેસ્કોવના જણાવ્યા અનુસાર, સામાન્ય વાટાઘાટો પ્રક્રિયાના ભાગરૂપે, પુતિને યુએસના કેટલાક પ્રસ્તાવોનો સ્વીકાર કર્યો છે અને કેટલાક મુદ્દાઓને નકારી કાઢ્યા છે. આ દર્શાવે છે કે મોસ્કો અને વોશિંગ્ટન શાંતિ ફોર્મ્યુલાના કેટલાક પાસાઓ પર સહેમત છે, જ્યારે મુખ્ય મુદ્દાઓ પર મતભેદો હજુ પણ યથાવત છે.
આ પણ વાંચો: Afghanistan: 13 વર્ષના બાળકે પરિજનોના હત્યારાને આપી ‘સજા-એ-મોત’, જાહેરમાં આરોપીને ગોળી મારી