Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાયબરેલીમાં Rahul Gandhi ની આગેવાનીમાં થેયલી બેઠકનો ધારાસભ્યએ કર્યો બહિષ્કાર

રાયબરેલી ‘દિશા’ બેઠકમાં બબાલ : સપા બાગી ધારાસભ્ય મનોજ પાંડેએ Rahul Gandhi નો બહિષ્કાર
રાયબરેલીમાં rahul gandhi ની આગેવાનીમાં થેયલી બેઠકનો ધારાસભ્યએ કર્યો બહિષ્કાર
Advertisement
  • રાયબરેલી ‘દિશા’ બેઠકમાં બબાલ : સપા બાગી વિધાયક મનોજ પાંડેએ Rahul Gandhi નો બહિષ્કાર, PM માતાને ગાળીની નિંદા માંગી
  • Rahul Gandhi ની બેઠકનો વિધાયકે કર્યો બહિષ્કાર : ‘પહેલા મોદી માતાને બોલેલા અપશબ્દોની માફી માંગો’
  • ઊંચાહાર વિધાયકનો રાહુલ પર પ્રહાર : દિશા બેઠકમાં નિંદા પ્રસ્તાવ મૂકીને બહાર નીકળ્યા
  • રાયબરેલીમાં રાજકીય તણાવ : મનોજ પાંડેએ રાહુલની બેઠકનો બહિષ્કાર, વિકાસ કાર્યોની પૂછપરછ
  • દિશા બેઠકમાં વિવાદ : સપા નિર્વાસિત વિધાયકે રાહુલને માફી માંગવાની માંગ કરી, બહિષ્કાર કર્યો

રાયબરેલી : રાયબરેલીના ઉંચાહારમાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત પછી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ( Rahul Gandhi ) દિશાની બેઠકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું સ્વાગત જિલાધિકારી હર્ષિતા માથુર અને એસપી યશવીર સિંહે કર્યું હતું.

દિશાની બેઠકમાં યૂપી સરકારના રાજ્યમંત્રી (સ્વંતંત્ર હવાલો) દિનેશ સિંહ, સપાના સસ્પેન્ડેડ ધારાસભ્ય મનોજ પાંડેય અને ધારાસભ્ય અદિતિ સિંહ પણ સામેલ થયા હતા. આ દરમિયાન સપાના બળવાખોર ધારાસભ્યએ રાહુલ ગાંધીથી પીએમ મોદી પર ટિપ્પણીને લઈને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- UP માં AI એ મતદાર યાદીમાં મોટી ગડબડ પકડી, લાખો નકલી મતદાતાઓની થઇ ઓળખ

Advertisement

SP ધારાસભ્યે રાખ્યો નિંદા પ્રસ્તાવ

દિશાની બેઠક શરૂ થાય તે પહેલા જ ઉંચાહારથી સપાના બળવાખોર ધારાસભ્ય મનોજ પાંડેયએ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અમર્યાદિત ટિપ્પણીને લઈને નિંદા પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. સાથે જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને માફી માંગવાનું કહેવામાં આવ્યું. જોકે, રાહુલ ગાંધીએ ઇન્કાર કરતાં જ તેનો વિરોધ કરતાં બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

તેમણે બેઠકના બહિષ્કાર પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી સતત સર્વોચ્ચ ન્યાયલય, ઈલેક્શન કમિશન જેવી દેશની ગરિમામય સંસ્થાઓ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે, જ્યારે જે એજન્સી પાસે રાહુલ ગાંધીએ વોટરોનો સર્વે કરાવ્યો હતો, તે એજન્સીએ જ સાર્વજનિક રૂપથી માફી માંગી છે.

સપા બાગી વિધાયક મનોજ પાંડે

સપા બાગી વિધાયક મનોજ પાંડે

રાહુલ ગાંધીએ ક્યા-કયા વિકાસ કાર્ય કર્યા છે- મનોજ પાંડેય

તેમણે પૂછ્યું કે રાહુલ ગાંધીએ ક્યા-ક્યા વિકાસના કાર્ય કર્યા છે. આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવામાં આવવી જોઈએ. તેમને વધુમાં જણાવતા કહ્યું કે, પીએમનું અપમાન સહન કરવામાં આવશે નહીં.

આનાથી પહેલા બુધવારે આ મુદ્દાને લઈને યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે પણ રાહુલ ગાંધીના કાફલાને રોકવાની કોશિશ કરી હતી. તે સાથે જ તેઓ ધરણા ઉપર પણ બેસ્યા હતા. તે પછી તેમણે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને એક પત્ર પણ લખ્યો હતો.

રાહુલ ગાંધીનો જનતા દરબાર

લોકસભામાં વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ રાયબરેલીના પ્રવાસના બીજા દિવસે ઉંચાહાર સ્થિત એનટીપીસી ગેસ્ટ હાઉસમાં જનતા દરબાર ભર્યો હતો. આ લોકદરબારમાં તેમણે અનેક લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન એક દિવ્યાંગ અન્ય એક ભાઈની પીઠ પર બેસીને રાહુલ ગાંધી મળવા પહોંચ્યા હતા.

દિવ્યાંગ વ્યક્તિએ રાહુલ ગાંધી પાસે ટ્રાઈસાઈકલની માંગ કરી હતી. રાહુલ ગાંધીને મળવા લોક દરબારમાં વ્યાપારી સંગઠન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશના પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું હતું.

આ પણ વાંચો- Rahul Gandhi ની સુરક્ષા અંગે CRPFનું ખરગેને પત્ર, કહ્યું – 6 વિદેશ પ્રવાસ પહેલા ન કરી જાણ

Tags :
Advertisement

.

×