RAFALE JET વિરૂદ્ધ ખોટા પ્રચારમાં ચાઇનાનો હાથ, ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો
- ઓપરેશન સિંદૂરમાં રાફેલે દુશ્મનોને ધૂળ ચટાવી હતી
- તે બાદ ફફડી ઉઠેલા ચાઇનાએ અપપ્રચાર શરૂ કર્યો
- ચાઇનાએ પોતાના દૂતાવાસ થકી ખોટો પ્રચાર પ્રેર્યો
RAFALE JET : ભારતના ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) પછી ચીને ખૂબ જ ગંદી રમત રમી (CHINA DIRTY GAME) છે, જેના વિશે જાણીને તમારું મન ચકરાવે ચડી જશે. ફ્રેન્ચના ગુપ્તચર અહેવાલમાં (FRENCH INTELLIGENCE REPORT) ખુલાસો થયો છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધ (INDO-PAK WAR) દરમિયાન ચીને રાફેલ ફાઇટર જેટના વેચાણને નબળું પાડવા માટે એક મોટું જૂઠાણું ફેલાવવા માટે ઘણા દેશોમાં તેના દૂતાવાસોનો (CHINESE EMBASSY) ઉપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ચીને પોતાના દૂતાવાસો દ્વારા, પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના રાફેલ જેટના નુકસાન અંગેનું જુઠ્ઠાણું એવા દેશો સુધી ફેલાવ્યું હતું. આવા જુઠ્ઠાણા ફેલાવવા પાછળ ચીનનો હેતુ અન્ય દેશોને તેના ફાઇટર પ્લેન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
ફ્રાન્સે ગુપ્તચર અહેવાલ જાહેર કર્યો
ફ્રાન્સના લશ્કરી અને ગુપ્તચર અધિકારીઓએ તારણ કાઢ્યું છે કે, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણમાં તેમની ભૂમિકાને જોયા પછી, ચીને રાફેલ જેટના પ્રદર્શન અંગે શંકા ફેલાવવા અને ફાઇટર જેટના વેચાણને નબળું પાડવા માટે વિશ્વભરમાં તેના દૂતાવાસોનો ઉપયોગ કર્યો હતો. એસોસિએટેડ પ્રેસ (એપી) દ્વારા જોવામાં આવેલા ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલ મુજબ, ચીનના વિદેશી દૂતાવાસોના સંરક્ષણ અધિકારીઓએ રાફેલના વેચાણને તહેસનહેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પહેલાથી જ ઓર્ડર આપી દીધા, તેમને નિરાશ કરવામાં આવ્યા હતા
ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીને ખાસ કરીને એવા દેશોને નિરાશ કરવાનું કામ કર્યું જેમણે પહેલાથી જ રાફેલ માટે ઓર્ડર આપી દીધા હતા. આમાં ઇન્ડોનેશિયાનો પણ સમાવેશ થાય છે, જેણે રાફેલ માટે ઓર્ડર આપી દીધો હતો. આ સાથે, બેઇજિંગે અન્ય સંભવિત ગ્રાહકોને પણ ચીની શસ્ત્રો તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચીને પાકિસ્તાન તરફથી પણ ખોટો દાવો કર્યો હતો
પોતાના ફાઇટર પ્લેનનું વેચાણ વધારવા અને રાફેલ ફાઇટર જેટનું વેચાણ ઘટાડવા માટે, ચીને પાકિસ્તાનને ખોટા દાવા કરવા પણ પ્રેર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે લડાઈમાં પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે, જેમાં ત્રણ રાફેલનો પણ સમાવેશ થાય છે. ફ્રેન્ચ અધિકારીઓએ કહ્યું છે કે, આ ખોટા દાવાઓએ રાફેલ ખરીદનારા દેશોમાં તેના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા કર્યા છે.
પાકિસ્તાન અને ચીને નકલી AI છબીઓનો ઉપયોગ કર્યો
ફ્રેન્ચ અધિકારીઓનું માનવું છે કે, પાકિસ્તાન અને ચીને સાથે મળીને સોશિયલ મીડિયા પર એક સંગઠિત "અપ્રચાર" અભિયાન ચલાવ્યું હતું. તેમાં કથિત રાફેલના કાટમાળની નકલી છબીઓ, AI દ્વારા બનાવેલા વીડિયો અને વીડિયો ગેમના દ્રશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્રેન્ચ સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, સંઘર્ષ દરમિયાન 1,000 થી વધુ નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા જે ચીની ટેકનોલોજીને શ્રેષ્ઠ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતા હતા. ચીની દૂતાવાસોના સંરક્ષણ અધિકારીઓએ અન્ય દેશોના સંરક્ષણ અધિકારીઓ સાથેની બેઠકોમાં પ્રચાર કર્યો હતો કે રાફેલ કામગીરીમાં નબળું છે અને ચીની વિમાનોને પ્રાધાન્ય આપવું જોઈએ.
બેઇજિંગે રિપોર્ટને ફગાવી દીધો
આ અહેવાલ સામે આવ્યા પછી, બેઇજિંગના સંરક્ષણ મંત્રાલયે આરોપોને "પાયાવિહોણી અફવાઓ અને નિંદા" ગણાવ્યા અને કહ્યું કે ચીન હંમેશા લશ્કરી નિકાસમાં જવાબદાર વલણ અપનાવે છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રાફેલને "ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું" હતું કારણ કે તે માત્ર ઉચ્ચ-પ્રદર્શન વિમાન જ નથી, પરંતુ ફ્રાન્સની વ્યૂહાત્મક સ્વાયત્તતા, ઔદ્યોગિક વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું પ્રતીક પણ છે.
ફ્રાન્સે કયા દેશોને રાફેલ આપ્યા છે ?
અત્યાર સુધીમાં, ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપનીએ 533 રાફેલ ફાઇટર જેટ વેચ્યા છે. આમાંથી 323 ઇજિપ્ત, ભારત, કતાર, ગ્રીસ, ક્રોએશિયા, યુએઈ, સર્બિયા અને ઇન્ડોનેશિયામાં નિકાસ કરવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાએ 42 વિમાનોનો ઓર્ડર આપ્યો છે અને વધુ ખરીદવાનું વિચારી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ પ્રયાસ ચીનની રણનીતિનો ભાગ હોઈ શકે છે, જે એશિયન દેશો સાથે ફ્રાન્સના વધતા સંરક્ષણ સંબંધોને નબળા પાડવા માંગે છે.
આ પણ વાંચો --- F-35 ફાઇટર જેટને રીપેર કરવા યુકેથી એન્જિનિયરોની ટીમ કેરળ પહોંચી


