Rahul Gandhi એ વધાર્યા ગુજરાતના આંટાફેરા ; એક સપ્તાહમાં બીજી વખત આવશે જૂનાગઢ
- Rahul Gandhi નો જૂનાગઢ તાલીમ કેમ્પમાં બીજી વખત મુલાકાત : 41 જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન, 2027 ચૂંટણી તરફ રણનીતિ
- આવતીકાલે રાહુલ ગાંધી જૂનાગઢમાં : કોંગ્રેસ તાલીમ શિબિરમાં 3 કલાક માર્ગદર્શન, AICC સંગઠન મહાસચિવ વેણુગોપાલ હાજર
- રાહુલ ગાંધીની જૂનાગઢ મુલાકાત : 10 દિવસીય તાલીમ શિબિરમાં બીજી વખત હાજરી, જિલ્લા-મહાનગર પ્રમુખોને પ્રેરણા
- જૂનાગઢ કોંગ્રેસ શિબિરમાં રાહુલ ગાંધી : કેશોદ એરપોર્ટથી રોડ વે, 3 કલાક માર્ગદર્શન, 2027 વિધાનસભા તૈયારી
- રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ : તાલીમ શિબિરમાં સાંસદો અને પ્રમુખોને માર્ગદર્શન, AICC વેણુગોપાલ સાથે હાજર
જૂનાગઢ : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ( Rahul Gandhi ) આવતીકાલે (18 સપ્ટેમ્બર, 2025) જૂનાગઢ આવશે. એક સપ્તાહમાં તેમની બીજી મુલાકાત છે. 10 દિવસથી ચાલી રહેલી કોંગ્રેસની તાલીમ શિબિરમાં તેઓ હાજરી આપીને જિલ્લા અને મહાનગર પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ શિબિરમાં અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતો માર્ગદર્શન આપી રહ્યા છે, અને રાહુલ ગાંધીની આ મુલાકાતથી 2027ની વિધાનસભા ચૂંટણી તરફ પાર્ટીને નવી દિશા મળશે.
10 દિવસીય તાલીમ શિબિર
આ તાલીમ શિબિર 'સંગઠન સર્જન અભિયાન' હેઠળ 10થી 19 સપ્ટેમ્બર સુધી યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના 41 જિલ્લા અને મહાનગર પ્રમુખો હાજર છે. આ શિબિરમાં અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતો માર્ગદર્શન આપી રહ્યા છે, જેમાં પાર્ટીની વિચારધારા, વોટર લિસ્ટ મેનેજમેન્ટ, ફંડરેઝિંગ અને બૂથ સ્તરે મજબૂતીના વિષયોનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી 12 સપ્ટેમ્બરે પહેલી વખત આ શિબિરમાં હાજરી આપી હતી. તે દરમિયાન કાર્યકર્તાઓને 'વોટ ચોરી' જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આવતીકાલે તેઓ બીજી વખત હાજર થઈને કાર્યકર્તાઓને વધુ માર્ગદર્શન આપશે.
આ પણ વાંચો- Rajkot: આ નબીરાની દાદાગીરી તો જોવો, BRTS રૂટ પર જેગુઆર કાર ઉભી રાખી હેરાન કર્યા…
Rahul Gandhi નો કેશોદ એરપોર્ટ પર આગમન
રાહુલ ગાંધી આવતીકાલે બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર પહોંચશે ત્યારબાદ રોડ માર્ગે જૂનાગઢ આવશે. તેઓ કોંગ્રેસની તાલીમ શિબિરમાં અંદાજે 3 કલાક હાજર રહીને માર્ગદર્શન આપશે. આ શિબિરમાં AICCના સંગઠન મહાસચિવ KC વેણુગોપાલ, કોંગ્રેસના સાંસદો અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીઓ હાજર રહેશે. આ મુલાકાતથી કોંગ્રેસને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં મદદ મળશે.
તાલીમ શિબિરનું મહત્વ : 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી
આ તાલીમ શિબિર કોંગ્રેસના 'સંગઠન સર્જન અભિયાન' હેઠળ યોજાઈ રહી છે, જેમાં જિલ્લા પ્રમુખો-મહાનગર પ્રમુખોને પાર્ટી મજબૂતી, વોટર લિસ્ટ અને ચૂંટણી રણનીતિ પર તાલીમ આપવામાં આવે છે. રાહુલ ગાંધીની આ મુલાકાતથી કાર્યકર્તાઓને નવી ઉર્જા મળી છે અને 2027ની વિધાનસભા ચૂંટણી તરફ પાર્ટીને મજબૂત કરવામાં મદદ મળશે.
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં જીતને સુનિશ્ચિત કરવા માટે પોતાનું એક ટાર્ગેટ શેટ કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. પાછલા કેટલાક સમયથી કોંગ્રેસના ટોચના નેતાઓની અવર-જવર ગુજરાતમાં વધી ગઈ છે. ભાજપનું ગઢ ગણાતા ગુજરાતને તોડી પાડવા માટે રાહુલ ગાંધી રાત-દિવસ એક કરી રહ્યાં છે.
આ પણ વાંચો- Seventh Day School Case : વિદ્યાર્થીની હત્યા કેસમાં શાળાને ગુજરાત HC એ કર્યા આદેશ


