Rahul ghandhi એ INDIA ગઠબંધનના નેતાઓ માટે ડિનર ડિપ્લોમેસીનું કર્યું આયોજન,આ નેતાઓ થશે સામેલ
- Rahul ghandhi dinner diplomeshi નું કર્યું આયોજન
- દિલ્હી નિવાસ્થાને કરાયું ભવ્ય આયોજન
- ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતા ડિનરમાં રહેશે હાજર
Rahul ghandhi dinner diplomeshi લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ્થાન 5, સુનહરી બાગ રોડ મુકામે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષાના અગ્રણી નેતાને ડિનર ડિપ્લોમેસીનું આયોજન કર્યું છે. આ નેતાનઓને ખાસ ડિનર ડિપ્લોમેસી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમેસીમાં અનેક મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.
Dinner Diplomacy: INDIA bloc leaders to meet at Rahul Gandhi's residence on August 7, say sources
Read @ANI Story | https://t.co/bag1eJcTiT#Congress #RahulGandhi #INDIAbloc #leaders #DinnerDiplomacy pic.twitter.com/wM6xh6wSTh
— ANI Digital (@ani_digital) August 3, 2025
Rahul ghandhi dinner diplomeshi માં આ મુદ્દા પર થઇ શકે છે ચર્ચા
નોંધનીય છે કે રાહુલ ગાંધીના ડિનર ડિપ્લોમેસીમાં ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતા સામેલ થશે. આ ડિનરમાં દેશમાં ચાલી રહેલા બિહાર SIR મુદ્દો, આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર પર ચર્ચા થઇ શકે છે. અમેરિકાએ લગાવેલા ટેરિફ પર પણ ચર્ચા કરાશે. કેન્દ્ર સરકારને અનેક મુદ્દા પર ઘેરવા માટે આગામી રણનીતિની પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
Rahul ghandhi dinner diplomeshi માં INDIA ગઠબંધનના નેતા
ઉલ્લેખનીય છે કે આ ડિનર ડિપ્લોમેસીમાં અખિલેશ યાદવ, ઉદ્વવ ઠાકરે, અભિષેક બેનર્જી સહિતના ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતાઓ સામેલ થશે. આ ડિનર ડિપ્લોમેસીમાં દેશમાં હાલ અમેરિકાએ લગાવેલા ટેરિફ મુદ્દો હોટ ટોપિક છે. તેની પણ ચર્ચા કરવામાં આવશે. સંસદના વર્તમાન સત્ર દરમિયાન વિપક્ષની એકતા દર્શાવવા અને ભવિષ્યની રણનીતિ પર વિચાર કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
લોકસભા ચૂંટણી બાદ, કોંગ્રેસે સંસદ સત્ર દરમિયાન વિપક્ષી એકતા માટે વધારે પ્રયાસો કર્યા ન હતા, પરંતુ છેલ્લા પખવાડિયામાં, લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં સુગમ સંકલન સુનિશ્ચિત કરવા માટે પોતપોતાના સાથી પક્ષો સાથે ઘણી બેઠકો યોજી હતી. હવે, ગઠબંધનના ટોચના નેતાઓ ગુરુવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને રાત્રિભોજન માટે મળવાના છે. ખાસ વાત એ છે કે આ પછી, બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટે, વિરોધ પક્ષોએ દિલ્હીમાં ચૂંટણી પંચ (EC) મુખ્યાલય તરફ કૂચ કાઢવાની યોજના બનાવી છે.
Rahul ghandhi dinner diplomeshi માં આ નેતાઓ થશે સામેલ
RJD- તેજસ્વી યાદવ
શિવસેના (ઉદ્ધવ જૂથ)- ઉદ્ધવ ઠાકરે
CPIML- દિપાંકર ભટ્ટાચાર્ય
સીપીઆઈ (એમ)- એમએ બેબી
સીપીઆઈ- ડી રાજા
સમાજવાદી પાર્ટી- અખિલેશ યાદવ
ટીએમસી- અભિષેક બેનર્જી
આરએસપી- એમકે પ્રેમચંદ્રન
ડીએમકે- કનિમોઝી
જેએમએમ- મહુઆ માઝી
કેરળ કોંગ્રેસ- જોસ કે મણિ
IUML- પીકે કુંજલી કુટ્ટી
આ પણ વાંચો: CEO :રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ


