રાહુલ ગાંધીના આરોપ અને ચૂંટણી પંચનો જવાબ; જાણો ચૂંટણી કાર્ડ સાથે જોડાયેલી જરૂરી માહિતી
- રાહુલ ગાંધીના આરોપ અને ચૂંટણી પંચનો જવાબ; જાણો ચૂંટણી કાર્ડ સાથે જોડાયેલી જરૂરી માહિતી
- શું વ્યક્તિ બે EPIC નંબર રાખી શકે ખરો?
- રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચ વિસ્તારપૂર્વક જવાબ આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે
- ચૂંટણી પંચે અત્યાર સુધી રાહુલ ગાંધીના આરોપોને ગેરમાર્ગે દોરાવનારા ગણાવ્યા છે
લોકસભામાં વિરોધ પક્ષના રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 7 ઓગસ્ટે તેમને વોટર લિસ્ટમાં છેડછાડને લઈને એકથી વધારે પ્રજેન્ટેશન આપ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીની સાથે-સાથે મહારાષ્ટ્ર અને હરિયાણાના વિધાનસભા ચૂંટણીમાં વોટર લિસ્ટમાં મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. પંચનું કહેવું છે કે, જો રાહુલ ગાંધી પોતાના વોટ ચોરીના પોતાના દાવાને સાચા ગણે છે તો તેમણે પોતાના સોંગદનામા પર હસ્તાક્ષર કરી દેવા જોઈએ અને જો તેઓ તેવું કરી શકતા નથી તો તેમણે દેશની માફી માંગવી જોઈએ.
આનાથી પહેલા બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને આરજેડી તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફ્રન્સ કરીને ચૂંટણી પંચ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બિહારમાં વિશેષ ગ્રહણ પુન:પરીક્ષણમાં (SIR) આવેલી પ્રથમ યાદીમાં તેમનું નામ નથી.
તેજસ્વીનો આરોપ છે કે મતદાતા યાદી SIRની પ્રક્રિયામાં જાણીજોઈને ધાંધલી કરવામાં આવી રહી છે. તેવામાં એવા અનેક પ્રશ્ન છે, જેણે તમે અહીં સરળ રીતે સમજી શકશો. જે પાછલા દિવસોમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ સામે ઉઠાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Bihar : ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાને 'ભ્રામક અને તથ્યહીન' કેમ ગણાવ્યા?
EPIC શું છે?
EPICનું પુરૂ નામ ઇલેક્ટર્સ ફોટો આઈડેન્ટી કાર્ડ છે. સામાન્ય બોલચાલની ભાષામાં આને જ વોટર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કહેવામાં આવે છે.
શું બે EPIC નંબર હોઇ શકે છે?
કાયદાકીય રીતે એક વ્યક્તિ પાસે માત્ર એક જ EPIC નંબર જ હોઇ શકે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અનુસાર એક વ્યક્તિનું નામ માત્ર એક વિધાનસભા મતવિસ્તાર યાદીમાં જ હોઇ શકે છે.
જોકે કેટલાક કેસોમાં વ્યક્તિ બીજા શહેરોમાં શિફ્ટ થવા પર નવું વોટર કાર્ડ બનાવી લે છે. તો કેટલીક વખત આવું કરતી વખતે તે પોતાના જૂના EPIC નંબરને કેન્સલ કરતો નથી. આવી સ્થિતિમાં એક વ્યક્તિના નામ પર બે EPIC નંબર નોંધાઇ જતાં હોય છે.
મતદાતા યાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરવામાં આવે?
ચૂંટણી પંચની નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ પર જઈને કોઈપણ વ્યક્તિ પોતાનું નામ મતદાતા યાદીમાં ચેક કરી શકે છે. આવું કરવા માટે વેબસાઈટ પર ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તે વ્યક્તિ પોતાની વિગતો, EPIC નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ચકાસી શકે છે.
આ પણ વાંચો-ECI :‘જૂની બોટલમાં નવો દારૂ’,રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
આનાથી મતદાતા પોતાના વિધાનસભા ક્ષેત્રથી લઈને પોલિંગ સ્ટેશન સુધીની માહિતી જાણી શકે છે. આ પોર્ટલની મદદથી કોઈ વ્યક્તિ તે પણ માહિતી મેળવી શકે છે કે ક્યાંક તેના નામથી બે EPIC નંબર એટલે કે બે વોટર કાર્ડ તો બની ગયા નથી ને?
એકથી વધારે EPIC નંબર નોંધાયાની જાણકારી મળે તો વ્યક્તિને ફોર્મ-7 ભરીને પોતાનો જૂનો ચૂંટણી કાર્ડ ડિલીટ કરાવવું પડે છે.
તે ઉપરાંત વ્યક્તિ બૂથ લેવલ અધિકારી (બીએલઓ) અથવા જિલ્લા ચૂંટણી કચેરીમાં જઈને છપાયેલી મતદાન યાદીમાં પણ પોતાનું નામ ચેક કરી શકે છે.
મતદાન યાદીમાં નામ ન હોય તો શું કરવું?
મતદાન યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે વ્યક્તિને ચૂંટણી પંચનું ફોર્મ-6 ભરવું પડે છે.
મતદાન માટે નોંધણી કરાવવા માટે પહેલી વાર આ ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં વ્યક્તિને પોતાનું નામ, ઉંમર, જન્મ તારીખ, લિંગ, સરનામું, પરિવારમાં પહેલાથી નોંધાયેલા મતદારોની વિગતો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે.
આ ફોર્મ વોટર હેલ્પલાઇન એપ પર ઓનલાઈન ભરી શકાય છે અથવા BLO અથવા જિલ્લા ચૂંટણી કાર્યાલયમાં સબમિટ કરી શકાય છે.
શું મતદાન યાદી તમને મળી શકે ખરી?
મતદાન સેવા પોર્ટલ પર જઈને કોઈપણ વ્યક્તિ મતદાન યાદીને ડાઉનલોડ કરી શકે છે, પરંતુ આ યાદી પીડીએફમાં મળે છે. આનો ડિજિટલ ડેટા પ્રાપ્ત થતો નથી.
જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ તપાસવા માંગતી હોય તો તેણે પોતાના વિધાનસભા મતવિસ્તાર તેમજ પોતાના મતદાન મથકનો નંબર પણ ખબર હોવો જોઈએ, કારણ કે પોર્ટલ પર તમે મતદાન મથક અનુસાર મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો.
પોતાનું નામ જોવા માટે વ્યક્તિએ આખી પીડીએફ એક પછી એક જોવી પડશે. જો તેનો ડિજિટલ ડેટા ઉપલબ્ધ હોત તો વ્યક્તિ સર્ચનો ઉપયોગ કરીને એક ક્લિકથી સરળતાથી પોતાનું નામ જોઈ શકતો હતો.
આ પણ વાંચો-Tariff war : શું ભારતે US સાથે હથિયાર-વિમાનનો સોદો રદ કર્યો? જાણો સરકારે શું કહ્યું?
ડિજિટલ મતદાર યાદી કેમ ઉપલબ્ધ નથી?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે મતદાર યાદીનો ડિજિટલ ડેટા આપવાની માંગ કરી છે. આવી જ માંગ કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથે પણ 2019માં ચૂંટણી પંચ પાસે કરી હતી. તેમણે ચૂંટણી પંચ પાસે મશીન-રીડેબલ ફોર્મેટમાં સંપૂર્ણ મતદાન યાદી આપવાની માંગ કરી હતી, જેથી પાર્ટી મતદાન યાદીનું ડિજિટલ વિશ્લેષણ કરી શકે.
તે સમયે પણ ચૂંટણી પંચે કહ્યું હતું કે મશીન રીડેબલ મતદાર યાદી મતદારોની ગોપનીયતા જોખમમાં મૂકી શકે છે. કમલનાથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો.
કોર્ટનું માનવું હતું કે ગોપનીયતા અને ડેટા સુરક્ષાના સંદર્ભમાં ચૂંટણી પંચની નીતિ સાચી હતી.
તો બીજી તરફ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના સહ-સ્થાપક જગદીપ છોકર કહે છે, "જ્યારે PDF ફોર્મેટમાં મતદાર યાદી પૂરી પાડવાથી મતદારોની ગોપનીયતાનું ઉલ્લંઘન થતું નથી, તો પછી ડિજિટલ સ્વરૂપમાં તે જ યાદી પૂરી પાડવાથી તેનું ઉલ્લંઘન કેવી રીતે થશે? મને આ સમજાતું નથી."
તેઓ કહે છે કે, આમાં ગોપનીયતાનો કોઈ પ્રશ્ન નથી. ચૂંટણી પંચ ફક્ત તે આપવા માંગતું નથી."
શું બીજા દેશોમાં ડિજિટલ મતદાતા યાદી મળે છે?
કેનેડા ચૂંટણી અધિનિયમ મુજબ, ત્યાંના ચૂંટણી પંચ સાંસદો, નોંધાયેલા રાજકીય પક્ષો અને ઉમેદવારોને ડિજિટલ સ્વરૂપમાં મતદાર યાદીઓ પૂરી પાડે છે.
આ યાદીમાં મતદારોના નામ, તેમના સરનામાં અને તેમના વિશેષ ઓળખ નંબરો શામેલ હોય છે.
તેવી જ રીતે અમેરિકામાં અનેક રાજ્ય મતદાન યાદીને ઈલેક્ટ્રોનિક રૂપમાં ઉપલબ્ધ કરાવે છે. મોટા ભાગના રાજ્યોમાં આ એક સાર્વજનિક દસ્તાવેજ છે, જેને પત્રકાર, સંશોધનકર્તા અને રાજકીય પાર્ટીઓ ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો-India Russia : બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત