Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો મોદી નામ લશે તો ટ્રમ્પ તમામ સત્ય બહાર લાવશે.. રાહુલ ગાંધીએ કહ્યું- તે હજું ટ્રેડ ડિલમાં પણ દબાવશે

પીએમ મોદી પર રાહુલ ગાંધીનો ઓપરેશન સિંદૂરને લઈને શાબ્દિક હુમલો
જો મોદી નામ લશે તો ટ્રમ્પ તમામ સત્ય બહાર લાવશે   રાહુલ ગાંધીએ કહ્યું  તે હજું ટ્રેડ ડિલમાં પણ દબાવશે
Advertisement
  • જો મોદી નામ લશે તો ટ્રમ્પ તમામ સત્ય બહાર લાવશે.. રાહુલ ગાંધીએ કહ્યું- તે હજું ટ્રેડ ડિલમાં પણ દબાવશે

ઓપરેશન સિંદૂર અને તે પછી ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા અચાનક સીઝફાયર અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો ચાલુ રાખ્યો છે. ગઈકાલે લોકસભામાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી સ્પષ્ટપણે એમ નથી કહી શક્યા કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મધ્યસ્થીનો દાવો ખોટો છે. આજે ફરી એકવાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર હુમલો કરતાં કહ્યું કે મોદી ટ્રમ્પનું નામ લેવાથી ડરે છે, કારણ કે તેમને ખબર છે કે જો તેમણે આમ કર્યું તો ટ્રમ્પ સમગ્ર સત્ય બહાર લાવી દેશે.

બુધવારે સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ મધ્યસ્થીના દાવા અંગે ટ્રમ્પનું નામ નથી લીધું, કારણ કે તેમને ખબર છે કે નામ લેતાં જ ટ્રમ્પ સમગ્ર સત્ય ખુલ્લું કરી દેશે. તેમણે કહ્યું, "બધાને ખબર છે કે શું થયું છે."

Advertisement

Advertisement

"ટ્રમ્પ સમગ્ર સત્ય બહાર લાવશે": રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "વડાપ્રધાન મોદીએ એમ નથી કહ્યું કે ટ્રમ્પ જૂઠું બોલે છે. બધાને ખબર છે કે શું થયું છે. તેઓ બોલી પણ નથી શકતા, જ્યારે આ જ હકીકત છે. જો વડાપ્રધાને બોલી દીધું, તો ટ્રમ્પ ખુલ્લેઆમ બોલશે અને સમગ્ર સત્ય બહાર લાવશે. એટલે જ (મોદી) કંઈ નથી બોલતા.

"અમેરિકા સાથેના વેપાર સમજૂતી અંગે રાહુલ ગાંધીએ કહ્યું, "હાલમાં ટ્રમ્પ આપણી સાથે વેપાર સમજૂતી ઇચ્છે છે. તેઓ ત્યાં દબાણ કરશે. તમે જોજો, કેવો વેપાર સમજૂતી થાય છે."

"સીધું બોલો, ટ્રમ્પ જૂઠું બોલે છે": પ્રિયંકા ગાંધી

આ જ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન અને વિદેશ મંત્રી બંનેએ ગોળગોળ જવાબ આપ્યા છે. તેમણે સીધું કહેવું જોઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૂઠું બોલે છે.

કોંગ્રેસ તરફથી સતત લગાવવામાં આવતા આરોપો વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે આ હવે ભારતની નવી નીતિનો આધાર બની ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથેના સીઝફાયરમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નથી થઈ. તેમણે એમ પણ કહ્યું, "આનો સવાલ જ નથી ઊભો થતો."

"22 એપ્રિલથી 16 જૂન સુધી ફોન પર વાત નથી થઈ": વિદેશ મંત્રી

જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે આ સૈન્ય કાર્યવાહી રોકવાનો વેપાર સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે 22 એપ્રિલથી 16 જૂન સુધી વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત નથી થઈ. વડાપ્રધાન મોદીએ પણ ગઈકાલે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે વિશ્વના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે કંઈ નથી કહ્યું.

બીજી તરફ ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમના પ્રયાસોના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર શક્ય બન્યું. તેમણે આ દાવો વિવિધ મંચો પર અનેક વખત કર્યો છે. જોકે, ભારત તરફથી સતત એમ કહેવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝફાયરમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી રહી.

આ પણ વાંચો-‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ની ખૂલી પોલ

Tags :
Advertisement

.

×