રાહુલને ગીફ્ટ આપનાર વ્યક્તિના ઘરે દરોડા, દંપત્તીએ આપઘાત કરતા કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ
- ED દ્વારા મનોજ પરમારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા
- ઇડીના દરોડા બાદ સમગ્ર પરિવાર ખુબ જ વ્યગ્ર પરિસ્થિતિમાં હતો
- બાળકને છોડીને દંપત્તીએ આપઘાત કર્યો, કોંગ્રેસના ગંભીર આક્ષેપ
નવી દિલ્હી : મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના આશ્તા વિસ્તારમાં વેપારી મનોજ પરમાર તથા તેની પત્ની નેહાએ આપઘાત કરવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર આ આપઘાત હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને તપાસ ચાલી રહી છે. બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયા છે.
મનોજ પરમારના પુત્રએ રાહુલ ગાંધીને આપી હતી પીગીબેંક
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન મનોજ પરમારના બાળકોએ જ રાહુલ ગાંધીને પિગી બેંક ભેટમાં આપી હતી. આ ઘટના બાદથી જ મનોજ ચર્ચામાં હતા. હાલમાં જ ઇન્દોર અને આશ્ટા ખાતે ED એ તેમના સ્થળો પર દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો : યુવતીએ ACP પર લગાવ્યો બળાત્કારનો આરોપ, તત્કાલ અસરથી આવ્યો બદલીનો આદેશ
ઇડીએ પરેશાન કરતા આપઘાત કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
મનોજ અને તેમની પત્નીના આપઘાત બાદ કોંગ્રેસે કટાક્ષ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે મનોજ અને તેની પત્નીના આપઘાત અંગે ઇડી પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આશ્ટાના મનોજ પરમારને ઇડી કોઇ કારણ વગર જ પરેશાન કરતી હતી. મનોજના બાળકો રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન ગલ્લો ભેટ આપ્યો હતો.
ઇડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર પોતે આવ્યા હતા
મનોજના ઘરમાં દરોડા પાડવા માટે ઇડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર પોતે આવ્યા હતા. આ ઉપરાંત મનોજ કોંગ્રેસના સમર્થક છે માટે તેમનાં ઘરમાં દરોડા પડ્યા હતા. મનોજ એટલો નર્વસ હતો કે તેણે પોતાના પરિવાર સાથે જીવન ટુંકાવી દીધું હતું.
આ પણ વાંચો : ટ્રમ્પના શપથ ગ્રહણ પર કેદીઓને માફી, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો થશે દેશ નિકાલ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી સિહોર પહોંચ્યા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી પણ સિહોર પહોંચ્યા હતા.તેમણે કહ્યું કે, હું નફરત અને બદલાના કૃત્યની ટીકા કરુ છું. સીતારામને સંસદમાં નિવેદન આપવું જોઇએ અને દેશને જણાવવું જોઇએ કે સરકારના ઇશારે ઇડીએ કઇ રીતે હત્યાઓ કરી છે. દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. સ્વતંત્ર બંધારણીય સંસ્થાનો ઘોર દુરૂપયોગ બંધ કરો. દુખની આ ઘડીમાં કોંગ્રેસ પીડિત પરિવારની સાથે છે. ન્યાય માટે નિર્ણાયક લડત આપશે.
આ પણ વાંચો : Chhotaudepur: માનવતાની મહેક મહેકાવી રહ્યાં છે લીલાબેન રાઠવા, ચાલો જાણીએ તેમના સેવા કાર્ય વિશે


