IPS SONALI MISHRA ને સોંપાયું RPF નું નેતૃત્વ, પ્રથમ વખત મહિલાના હાથમાં સુકાન
- રેલવે પ્રોટેક્શન ફોર્સના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાને સુકાન સોંપાયુ
- મધ્યપ્રદેશમાં હાલ ફરજ બજાવજા મહિલા આઇપીએસ બનશે ડીજી
- વર્ષ 2026 સુધી તેઓ પોતાની ફરજ બજાવશે
IPS SONALI MISHRA : રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા અધિકારીને સર્વોચ્ચ પદની કમાન સોંપવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સોનાલી મિશ્રાને (IPS SONALI MISHRA) રેલ્વે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1993 બેચના મધ્યપ્રદેશ કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સોનાલી મિશ્રા 31 ઓક્ટોબર, 2026 ના રોજ નિવૃત્તિ સુધી RPF ના DG પદ પર રહેશે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સોનાલી મિશ્રાની આ પદ પર નિમણૂકને મંજૂરી આપી છે.
રેલ્વે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષાની જવાબદારી
તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થનારા ડિરેક્ટર જનરલ મનોજ યાદવનું સ્થાન લેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોનાલી મિશ્રા RPFનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા અધિકારી હશે. આરપીએફને અન્ય ફરજો ઉપરાંત રેલ્વે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં, સોનાલી મિશ્રા મધ્યપ્રદેશ પોલીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે પોસ્ટેડ છે.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વિશે જાણો માહિતી
રેલવે મિલકતને સુરક્ષા પૂરી પાડવા માટે 1957 માં સંસદના એક કાયદા દ્વારા આરપીએફની રચના કરવામાં આવી હતી. બાદમાં, 1966 માં, રેલ્વે સંપત્તિના ગેરકાયદેસર કબજામાં સંડોવાયેલા ગુનેગારોની તપાસ, ધરપકડ અને કાર્યવાહી કરવાની સત્તા દળને આપવામાં આવી હતી. 20 સપ્ટેમ્બર, 1985 ના રોજ તેને "યુનિયન સશસ્ત્ર દળ" નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
સોનાલી મિશ્રાની અત્યાર સુધીની કારકિર્દી
સોનલ મિશ્રાએ તેમના પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં કામ કર્યું છે. જુલાઈ 2021 માં, તેઓ પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) રચનાનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. સોનલ મિશ્રાએ કાશ્મીર ખીણમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે નેતૃત્વ કર્યું હતું. તેઓ બીએસએફની ગુપ્તચર શાખાના વડા પણ હતા. તેમણે BSFમાં ADG તરીકે પણ સેવા આપી છે. સોનાલીને PPMDS (પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ) અને PMMS (પ્રતિષ્ઠિત સેવા માટે પોલીસ મેડલ)થી નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો ---- Rajya Sabha : કસાબને ફાંસી આપનાર ઉજ્જવલ નિકમ સહિત ચાર લોકોને રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ


