Rain Forecast : આ રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?
- હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી આગાહી
- કચ્છના કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ શક્યતા
- ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઇ એંઘાણ નથી
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત,મધ્ય પ્રદેશ, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, સુરેન્દનગર, બોટાદ, ભાવનગર, અમરેલીસરેરાશથી વધુ વરસાદ થઇ શકે છે.
કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાનું અનુમાન
જામનગર, રાજકોટ,મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વામાન વ્યક્ત કર્યું છે. ટૂંકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં સરેરાશથી વધુ તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાનું અનુમાન છે. હાલના હવામાનના મોડલને જોતા કહી શકાય કે, ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઇ એંઘાણ નથી. હવામાન વિભાગે ઓગસ્ટના અંતિમ 2 સપ્તાહ સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી કરી
દેશમાં ચોમાસાનો એક ભાગ પસાર થઈ ગયો છે. હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી કરી છે. IMD કહે છે કે ગુજરાત સિવાય બિહાર, કેરળ અને ઉત્તરપૂર્વ ભારત જેવા કેટલાક પ્રાદેશિક અપવાદોને બાદ કરતાં, ચોમાસાની ઋતુના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દેશભરમાં 'સામાન્યથી વધુ' વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ઓગસ્ટમાં વરસાદ 'સામાન્ય' રહેવાની ધારણા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 'સામાન્યથી વધુ' રહેવાની શક્યતા છે. આનાથી કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA) કરતા 6% વધુ થશે. જૂન-જુલાઈમાં ચોમાસું સામાન્ય કરતા 6.5% વધુ હતું.
દક્ષિણપશ્ચિમ ભાગોમાં 'સામાન્યથી ઓછો' વરસાદ
જોકે, IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન પૂર્વોત્તર અને નજીકના પૂર્વ ભારતના ઘણા ભાગો, મધ્ય ભારતના કેટલાક અલગ અલગ વિસ્તારો અને દ્વીપકલ્પીય ભારતના દક્ષિણપશ્ચિમ ભાગોમાં 'સામાન્યથી ઓછો' વરસાદ પડી શકે છે.
મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
ચોમાસાના પહેલા ભાગમાં (જૂન-જુલાઈ) ભારતમાં 'સામાન્ય કરતાં વધુ' વરસાદ પડ્યો હતો. મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં લગભગ 23% વધુ હતો, ત્યારબાદ ઉત્તરપશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં 21% વધુ હતો. બીજી તરફ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાના પહેલા બે મહિનામાં 22% ઓછો વરસાદ નોંધાયો હતો, જે 1901 પછીનો સાતમો સૌથી ઓછો અને 2001 પછીનો ચોથો સૌથી ઓછો વરસાદ હતો. દક્ષિણ દ્વીપકલ્પમાં પણ આ સમયગાળા દરમિયાન 2% ની ખાધ નોંધાઈ હતી.


