Rain in Ahmedabad: શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો
- સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા
- વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા
- નિકોલ ખાતે આવેલી મધુ માલતી આવાસ યોજનામાં પાણી ભરાયા
Rain in Ahmedabad: અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો છે. સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે બાળકોને શાળા મૂકવા જઈ રહેલ વાલીઓ અટવાયા છે. શાળામાં બાળકને મુકવા છતાં વાલીઓના વાહન બંધ પડ્યા છે. કેટલાક વાલીઓ તેડીને રસ્તો પસાર થવા માટે મજબૂર બન્યા છે.
Ahmedabad Rain : Ahmedabad માં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો । Gujarat First#Ahmedabad #AhmedabadRain #ahmedabad #raininahmedabad #gujaratrain #rainingujarat #gujaratfirst pic.twitter.com/TXPpjGBbyT
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
અમદાવાદ પર્વમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે
અમદાવાદ પર્વમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં ઘોડાસર, નારોલ, મણીનગર, વટવા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વહેલી સવારે 1 કલાકના વિરામ બાદ મેઘરાજાની સવારમાં ધમાકેદાર બેટીંગ થઇ છે. જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેમાં લોકોના વાહનો પણ વરસાદી પાણીના કારણે બંધ થઈ રહ્યા છે. લોકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે. પ્રિ મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે મહાનગર પાલિકાની પોલ ખુલી છે.
પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા
પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. નિકોલ ખાતે આવેલી મધુ માલતી આવાસ યોજનામાં પાણી ભરાયા છે. દર વર્ષે થોડા વરસાદમાં મધુ માલતી અવાજ યોજનામાં આ પ્રકારે પાણી ભરાય છે. અનેક વખત તંત્રને સ્થાનિકોએ રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઇ કામગીરી કરવામાં આવતી નથી.
મધુ માલતી આવાસ યોજનામાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ થયા છે. લોકોના વાહનો પણ વરસાદી પાણીના કારણે બંધ થઈ રહ્યા છે. લોકો ધક્કા મારીને પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે. પ્રિ મોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે મહાનગર પાલિકાની પોલ ખુલી છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે.
અમદાવાદના અખબાર નગર અંડર પાસ બંધ કરાયો
અમદાવાદના અખબાર નગર અંડર પાસ બંધ કરાયો છે. જેમાં અંડર પાસમાં પાણી ભરાઈ જતા તકેદારીના ભાગરૂપે બંધ કરાયો છે. રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણી હજુ યથાવત છે. કોર્પોરેશનની ટીમ પાણીનો નિકાલ કરવા અને રસ્તાની સફાઈ કરવા માટે લાગી છે. તેમજ અખબાર નગર અંડરપાસમાં વરસાદી પાણીમાં એક કાર ડૂબી છે. વરસાદી પાણીનું લેવલ ધીમે ધીમે ઓછું થતા કાર જોવા મળી છે. રાત્રિ દરમિયાન વરસેલા વરસાદી પાણીમાં કાર ડૂબી હતી. જોકે કાર ચાલક અંદર પ્રવેશ્યો અને બહાર કેવી રીતે નીકળ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો: Rain in Gujarat: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ


