Rain in Gujarat: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
- આગામી ત્રણ કલાકમાં વિવિધ વિસ્તારોમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી
- સવારના 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી છે
- પોરબંદર, જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી
Rain in Gujarat: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાકમાં વિવિધ વિસ્તારોમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. સવારના 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી છે. જેમાં આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
પોરબંદર, જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તથા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.
Drone Footage ભાવનગરમાં કેવી તારાજી સર્જાઈ છે તેનો અંદાજો લગાવી લો આ વિડીયો જોઈને...| Gujarat First
જોઈ લો શેત્રુંજી ડેમના 59 દરવાજાનો ડ્રોન વિડીયો...
શેત્રુંજી ડેમના 59 દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા...
ભાવનગરમાં કેવી તારાજી સર્જાઈ છે તેનો અંદાજો લગાવી લો આ વિડીયો જોઈને...… pic.twitter.com/Bq5OU2SMxe— Gujarat First (@GujaratFirst) June 18, 2025
ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો
ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓના 227 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા કલાકમાં રાજ્યમાં 22.67 મિમિ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 17.18 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 5.75 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડ્યો તે ટકાવારીમાં સરેસાર 10.46 ટકા થયા છે. ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં અત્યારે કુલ 11 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર
ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. 11 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે, 13 ડેમ એલર્ટ પર છે જ્યારે 10 ડેમ વોર્નીગ પર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં 09 ડેમ 100 ટકા ભરાઈ ગયાં છે. 25 ડેમ એવા છે જે 70 ટકાથી 100 ટકા ભરાયા છે. 22 ડેમમ 50 ટકાથી 70 ટકાની વચ્ચે છે. જ્યારે 95 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી આવ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રમા સૌથી વધારે વરસાદ પડ્યો છે જેથી ત્યાંના ડેમને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. નદીઓની વાત કરવામાં આવે તો ભાવનગર અને બોટાદ જિલ્લાની 15 નદીઓ ઓવરફ્લો થઈને વહી રહી છે.
આ પણ વાંચો: LIVE:Rain in Gujarat: ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધડબડાટી


