Rain in Gujarat: 24 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ભારે મેઘની ક્યા છે આગાહી
- દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું
- નર્મદાના નાંદોદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
- દાહોદમાં 8 ઇંચ, તિલકવાડામાં સાડા 7 ઇંચ વરસાદ
Rain in Gujarat: દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમજ નર્મદાના નાંદોદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં દાહોદમાં 8 ઇંચ, તિલકવાડામાં સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુર, પાવીજેતપુર, શહેરામાં 7-7 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં વાપી, બારડોલી, વીરપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
Heavy Rain in Gujarat : ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ । Gujarat First
પંચમહાલના હાલોલમાં વરસાદી પાણીનો કહેર
પાણીના પ્રવાહ સાથે વાહનો તણાયા હોવાનો વીડિયો વાયરલ
જૈન મંદિર વિસ્તારમાં કાર પાણીના પ્રવાહમાં તણાઈ
ચરણદાસના ખાંચામાંથી એક્ટિવા પાણીમાં તણાયું હોવાનો વીડિયો… pic.twitter.com/dBSEeRJxuN— Gujarat First (@GujaratFirst) June 25, 2025
સિંગવાડ, મોડાસા, મોરવા હડફમાં પોણા 6 ઇંચ વરસાદ
સિંગવાડ, મોડાસા, મોરવા હડફમાં પોણા 6 ઇંચ વરસાદ સાથે પારડી, ખેરગામ, સોનગઢ, લુણાવાડામાં સાડા 5 ઇંચ વરસાદ તેમજ ગોધરા, વ્યારા, ગરૂડેશ્વર, લીમખેડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. તથા 12 તાલુકામાં સવા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 15 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે
ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે. જેમાં હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વધુ વરસાદ થઇ શકે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ હવે વરસાદનું પ્રમાણ વઘી શકે છે. બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્રારકમાં ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠામાં પણ 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે. આવનાર બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 21 ટકા વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે ગાંધીનગમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 24 કલાક અમદાવાદમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તરપ્રદેશમાં સર્જાયેલું લો- પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 21 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
આ પણ વાંચો: Ahmedabad Rath Yatra : ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે, નેત્રોત્સવ વિધિ થશે


