Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર

વલસાડના પારડીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા કપરાડા અને ધરમપુરમાં સાડા 4 ઇંચ વરસાદ
rain in gujarat  રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ  જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર
Advertisement
  • વલસાડના પારડીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
  • કપરાડા અને ધરમપુરમાં સાડા 4 ઇંચ વરસાદ
  • ડાંગ, સુબીર, કામરેજ, બારડોલીમાં અઢી ઇંચ વરસાદ

Rain in Gujarat: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વલસાડના પારડીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા કપરાડા અને ધરમપુરમાં સાડા 4 ઇંચ વરસાદ સાથે ઉમરગામ, ખેરગામ, હાંસોટમાં 4 ઇંચ વરસાદ તથા ઓલપાડ, વધઈ, વાલિયામાં સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે. તથા ઉમરપાડા, માંગરોળ, વલસાડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement

ડાંગ, સુબીર, કામરેજ, બારડોલીમાં અઢી ઇંચ વરસાદ

ડાંગ, સુબીર, કામરેજ, બારડોલીમાં અઢી ઇંચ વરસાદ તથા અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડેમ અને નદીઓમાં પાણીની સપાટી વધી છે. જેના કારણે નદીઓ અને જળાશયો છલકાયા છે. સિંચાઇ માટે પાણીની યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહી છે. તો બીજી તરફ, ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેતરોમાં કમર સુધીના પાણી ભરાતા જળાશયો જેવી સ્થિતિ પેદા થઇ છે. અને પાકને મોટું નુકસાન થયુ છે. રાજ્યમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

Advertisement

રાજ્યમાં ધમાકેદાર બેટિંગથી મેઘરાજાએ કહેર વરસાવ્યો

રાજ્યમાં ધમાકેદાર બેટિંગથી મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. અતિ ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ બંધ છે. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તથા તંત્ર તમામ મદદ કરવા સતર્ક થયુ છે. તેમજ NDRFની ટીમ ખડે પગે છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash: ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલવામાં આવ્યું નથી, જાણો શું છે કારણ

Tags :
Advertisement

.

×