Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, જાણો કેટલો થયો વરસાદ

હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે
rain in gujarat  ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો  જાણો કેટલો થયો વરસાદ
Advertisement
  • આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અરવલ્લીના ભિલોડા તાલુકાની ત્રણ નદીઓ બે કાંઠે
  • નવસારી શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો

Rain in Gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે નવસારી જિલ્લામાં ફરી વરસાદી વાદળો ઘેરાયા છે. તથા જિલ્લામાં બનેલા વરસાદી માહોલ વચ્ચે નવસારી શહેરમાં શરૂ વરસાદ થયો છે. તેમજ નવસારી શહેર સહિત વિજલપુર,જલાલપોરમાં પણ વરસાદ છે. નવસારી શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમજ વરસાદ વરસતા કેટલાક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. તથા જિલ્લા અન્ય ચાર તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

અરવલ્લીના ભિલોડા તાલુકાની ત્રણ નદીઓ બે કાંઠે

અરવલ્લીના ભિલોડા તાલુકાની ત્રણ નદીઓ બે કાંઠે છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીર આવ્યા છે. તેમાં હાથમતી, બુઢેલી, ઈન્દ્રાસી નદી બે કાંઠે થઈ છે. જેમાં ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. સીઝનમાં પ્રથમવાર નદીઓમાં નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ છે જેમાં મેઘરજ 5 ઇંચ, મોડાસા 4 ઇંચ વરસાદ અને ધનસુરા અને માલપુરમાં પણ બે ઇંચ વરસાદ આવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ આવ્યો છે. ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ખેડબ્રહ્મામાં 10 ઇંચ અને વડાલીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન પ્રથમ વાર હરણાવ નદી બે કાંઠે થઇ છે.

Advertisement

ભારે વરસાદથી અર્જુની નદી અને પાલનપુરની બાલારામ નદીમાં નવા નીર આવ્યા

બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી અર્જુની નદી અને પાલનપુરની બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ દાંતામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. દાંતાના પર્વતીય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા અર્જુની નદી અને બાલારામ નદી વહેતી થઈ છે. પ્રથમ વરસાદમાં નદીઓમાં નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Advertisement

આ પણ વાંચો: Air India Crash Victims: DNA ટેસ્ટ દ્વારા 247 પીડિતોની ઓળખ, 232 મૃતદેહો સંબંધીઓને સોંપાયા

Tags :
Advertisement

.

×