Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : અ'વાદ-ખેડામાં વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી, 2 નાં મોત, દાહોદમાં 15 મકાન આગની ચપેટમાં!

દાહોદમાં વાવાઝોડાનાં કારણે આગ પ્રસરતાં 15 થી વધુ મકાન આગની ચપેટમાં આવ્યા છે.
rain in gujarat   અ વાદ ખેડામાં વૃક્ષો હોર્ડિંગ્સ ધરાશાયી  2 નાં મોત  દાહોદમાં 15 મકાન આગની ચપેટમાં
Advertisement
  1. રાજ્યમાં ઠેર ઠેર ભારે પવન, ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ (Rain in Gujarat)
  2. ધોળકા-સરખેજ હાઇવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત
  3. અમદાવાદમાં 10 થી વધુ વૃક્ષો ધરાશાયી, અનેક વાહનોને નુકસાન
  4. ખેડાનાં ગુમડિયા ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા વૃદ્ધ મહિલાનું મોત
  5. દાહોદમાં વાવાઝોડા દરમિયાન આગ પ્રસરતા 15 થી વધુ મકાન આગની ચપેટમાં આવ્યા

Rain in Gujarat : આજે રાજ્યભરમાં અનેક જિલ્લામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધરમાર કમોસમી વરસાદ થયો છે. કેટલાક વિસ્તારમાં તો ભારે પવન ફૂંકાતા મહાકાય વૃક્ષો અને મસમોટા હોર્ડિંગ પણ ધરાશાયી થયા છે. ધોળકા-સરખેજ હાઇવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે કેટલીક જગ્યાએ લોકોનો આબાદ બચાવ થયો છે તો ક્યાંક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. દાહોદમાં વાવાઝોડાનાં કારણે આગ પ્રસરતાં 15 થી વધુ મકાન આગની ચપેટમાં આવ્યા છે.

અમદાવાદમાં હોર્ડિંગ પડતા એકનું મોત, 10 થી વધુ વૃક્ષો ધરાશાયી

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેર અને જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક આવેલા જડબેસલાક વરસાદનાં કારણે ધોળકા-સરખેજ હાઇવે પર મસમોટું હોર્ડિંગ (Hoardings) ધરાશાયી થયું હતું. આ હોર્ડિંગ્સ નીચેથી પસાર થતી રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, અમદાવાદમાં 10 જેટલા સ્થળ પર વૃક્ષ ધરાશાયી થયા છે. પકવાન ક્રોસ રોડ, યુનિવર્સિટી વિસ્તાર સહિતની જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થતા નીચે પાર્ક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને ધૂળની ડમરી ઊડતા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

Advertisement

રિંગરોડ હેબતપુર કટ પાસે આઇસર સાથે ત્રણ ગાડીઓ અથડાઈ, મહિલા ઇજાગ્રસ્ત

અમદાવાદમાં રિંગરોડ હેબતપુર (Hebatpur) કટ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. અચાનક આવેલા વરસાદને કારણે આઇસર સાથે ત્રણ ગાડીઓ ધડાકાભેર અથડાઈ છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બમ્પની સમસ્યાને કારણે વારંવાર આકસ્માત સર્જાય છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ગુમડિયામાં મહાકાય વડનું વૃક્ષ પડતા વૃદ્ધ મહિલાનું મોત, એક ઇજાગ્રસ્ત

ખેડા જિલ્લાની (Kheda) વાત કરીએ તો આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ઠાસરા તાલુકામાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. માહિતી અનુસાર, ઠાસરાનાં ગુમડિયા ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે બે લોકો દટાયા હતા. દબાયેલા બે લોકોમાંથી 50 વર્ષીય વૃદ્ધ મહિલા કપિલાબેન ચાવડાનું મોત નીપજ્યું છે. જ્યારે, અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.

આ પણ વાંચો - Gujarat Rain: ચોટીલામાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો

પીપલગ ગામ પાસે એન્ટ્રી ગેટ તૂટ્યો, શ્રેયસ ગરનાળા પાસે કારચાલકનો બચાવ

ખેડા જિલ્લાનાં નડિયાદમાં (Nadiad) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, વાવાઝોડાના કારણે નડિયાદ-પેટલાદ રોડ પર પીપલગ ગામ પાસે એન્ટ્રી ગેટ તૂટ્યો હતો. ઘટનાની જાણ થતા MLA પંકજ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેટને સાઈડમાં ખસેડી હાઈવે ફરી શરૂ કરાયો હતો. બીજી તરફ નડિયાદમાં શ્રેયસ ગરનાળા પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે. વીજળીનાં થાંભલા પર પડતા વીજળીનો તાર તૂટ્યો હતો અને ત્યાંથી પસાર થઈ રહેલ એક કારચાલક પર પડ્યો હતો જો કે, કારચાલકનો આબાદ બચાવ થયો છે. પરંતુ, ઝાડ પડવાને કારણે કાર ગરનાળામાં ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચો - Rain in Gujarat : આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી! આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર!

દાહોદમાં વાવાઝોડા દરમિયાન આગ પ્રસરતા એક પછી એક 15 થી વધુ મકાનો આગ

દાહોદમાં (Dahod) ભારે પવન અને કમોસમી વરસાદનાં કારણે મોટી દુર્ઘટના ઘટી છે. જિલ્લાનાં લીમખેડાનાં ચિલાકોટા ગામ ખાતે વાવાઝોડા દરમિયાન આકસ્મિક આગ પ્રસરી હતી અને એક પછી એક 15 થી વધુ મકાનો આગની ચપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડની ટીમો ત્યાં સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. માહિતી અનુસાર, વિકરાળ આગમાં મકાનો સહિત ઘરવખરી બળીને ખાખ થયા છે.

આ પણ વાંચો - Rain in Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર પવન, કરા સાથે વરસાદ

Tags :
Advertisement

.

×