Banaskantha Rain: થરાદ તાલુકાનું નાગલા ગામ પ્રથમ વરસાદે બેટમાં ફેરવાયુ
- ચોમાસાની શરૂઆતમાં ચાર મહિના માટે ગામમાં વરસાદી પાણી ભરાય છે
- ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે
- ગામના લોકો ઘર છોડી સ્થળાંતર કરવા બન્યા મજબૂર છે
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામ પ્રથમ વરસાદે બેટમાં ફેરવાઈ જાય છે જ્યા જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. સ્થાનિકો ઘર છોડી સ્થળાંતર કરવા બન્યા મજબૂર છે. છ મહિના સ્થનિકો લોકો હાલાકી વેઠે છે. તેમજ ખેતરો બેટમાં ફેરવતા ચાર મહિના ખેડૂતો ખેતી કરી શકતા નથી. તથી ખેતરમાંથી વરસાદી પાણીની પડતી હાલાકી કાયમી દૂર થાય તેવી ગ્રામજનો સરકાર પાસે માંગ કરી રહ્યાં છે. તેમજ શાળાએ જતાં બાળકો અને ખેડૂતો રોજિંદા કામ માટે વરસાદી પાણીમાંથી અવર જવર કરવા મજબૂર બન્યા છે.
ચોમાસાની શરૂઆતમાં ચાર મહિના માટે ગામમાં વરસાદી પાણી ભરાય છે
બનાસકાંઠા જિલ્લાના નાગલા ગામમાં વર્ષ 2015 અને 2017મા આવેલા વિનાશક પૂર પછીના સમયથી ગામ લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ગ્રામજનો ચોમાસાની શરૂઆતમાં ચાર મહિના માટે ગામમાં વરસાદી પાણી ભરાવવાના શરૂ થઇ જાય છે અને આખુ ગામ બેટમા ફેરવાઈ જાય છે. ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યથી લઈ સાંસદ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. પરંતુ સરકાર વરસાદી પાણીના નિકાલની કામગીરી તો કરે છે પરંતુ ચોમાસામાં કામગીરી ઠપ રહેતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. કાયમી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા નથી તેથી દર ચોમાસાની શરૂઆતમાં જ નાગલા ગામ જળબમ્બાકરની પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. ત્યારે ફરી નાગલા ગામના લોકોએ થરાદના મામલતદારને રજૂઆત કરીને કાયમી પાણીનો નિકાલ થાય તે માટે લેખિતમાં રજૂઆત કરી હતી.
ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે
થરાદના નાગલા ગામની દર વર્ષે હાલત દયનિય બની જાય છે તેનું કારણ વરસાદનું પાણી છે. વરસાદના પાણીનો પહેલા નિકાલ થતો ત્યાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ આવી ગઈ છે. તથા કેનાલ નજીક ગામના વરસાદી પાણીના નિકાલની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ચોમાસા બાદ પણ પાણી ભરાયેલા રહે છે. જેમાં ખેડૂતોને પોતાના ખેતર છોડી અન્ય જગ્યા ઉપર વસવાટ કરવા મજબુર બને છે. ચોમાસાની શરૂઆતના સામાન્ય વરસાદથી લઈ અને આવનારી બીજી સિઝન સુધી ચાર મહિના ખેતી પણ કરી શકતા નથી. તેથી ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે.
આ પણ વાંચો: એક દાયકા પછી, આજથી ભારતમાં Google Search ની શૈલી બદલાશે


